MORBIMORBI CITY / TALUKOUncategorized

MORBI:ગાવ ચલો અભિયાન અંતર્ગત મોરબી તાલુકા ભાજપ મંત્રીએ લીધી નારણકા ગામની મુલાકાત

MORBI:ગાવ ચલો અભિયાન અંતર્ગત મોરબી તાલુકા ભાજપ મંત્રીએ લીધી નારણકા ગામની મુલાકાત

મોરબી: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને પેજ કમિટીના પ્રણેતા સી.આર.પાટીલ,પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર દ્વારા 2024 લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાવ ચલો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ગાવ ચલો અભિયાન અંતર્ગત મોરબી તાલુકા ભાજપના મંત્રી નિતેશભાઈ બાવરવા દ્વારા મોરબી તાલુકાના નારણકા ગામની મુલાકાત લેવામાં આવી હતી. નિતેશભાઈ બાવરવાએ ગ્રામજનોને રૂબરૂ મળી સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે માહિત આપી હતી. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, નારણકા ગામના ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે વિકાસ કાર્યો કર્યા છે તે છેવાડાના લોકો સુધી પણ પહોંચ્યા છે.

સરકારશ્રીની વિવિધ યોજનાના લાભમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ નારણકા ગામના ખેંગારભાઈ મોહનભાઈ બોખાણી, રમેશભાઈ વાલજીભાઈ બોખાણી, ભાણજીભાઈ વાલજીભાઈ બોખાણી, દામજીભાઈ વિરજીભાઈ શ્રીમાળી, સોનલબેન નરેશભાઈ બોખાણી, વિપુલભાઈ સુરાભાઈ કરોત્રા, દેવશીભાઈ દેવાભાઈ કરોત્રા, ચંપાબેન કેશવજીભાઈ ચૌહાણ સહિતના આઠ લાભાર્થીઓને રૂ.1,20,000ની સહાય મળેલ છે. જ્યારે આયુષ્માન કાર્ડ હેઠળ હેમરાજભાઈ વશરામભાઈ આલ, રાધવજીભાઈ ભવાનભાઈ મેરજા, અમિતભાઈ ધનજીભાઈ દાવા સહિત અનેક ગ્રામજનોને લાભ મળ્યા છે. ખેડૂતમાં ટ્રેકટર સબસિડીમાં અરજણભાઈ મેરજા, પ્રણજીવનભાઈ ભુદરભાઈ સુરાણી, રોટાવેટર લાભાર્થી લક્ષ્મણભાઈ અમરશીભાઈ મેરજા, હળની સબસિડી લાભાર્થી ડાયાભાઈ આંબાભાઈ મેરજા, ખેતીવાડી યોજના હેઠળ શેડ સબસિડી લાભાર્થી હરેશભાઈ જસમતભાઈ મેરજા, ઓટોમેટિક ઓરણીની સબસિડી લાભાર્થી મિલનભાઈ કિશોરભાઈ મેરજા સહિતના અનેક ગ્રામજનોને સરકારશ્રીની વિવિધ યોજનાના લાભો મળ્યા છે. નિતેશભાઈ બાવરવા સાથે વાતચીત દરમિયાન લાભાર્થીએ તેમને મળેલ લાભો વતી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button