
29 જાન્યુઆરી વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ડીસા શહેરના બગીચા વિસ્તારમાં આવેલ આઈ શ્રી ખોડીયાર માતાના મંદિરે મહાસુદ આઠમ ને તારીખ ૨૯-૧-૨૦૨૩ ને રવિવારના દિવસે જન્મ જયંતી નિમિત્તે ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મહાપ્રસાદ લાપસીનો ભાવિક ભક્તો દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૭૨૧ કિલો ઘઉં ૭૦૦ કિલો ગોળ ૩૦ કિલો બદામ ૩૦ કીલો દ્રાક્ષ ૧:૫૦૦/- કિલો ઈલાયચી વગેરે મેળવીને લગભગ ૭૦૦૦/- કિલો મહાપ્રસાદ લાપસી નું આયોજન કરીને આઈ શ્રી ખોડીયાર માતાજીને જન્મ જયંતિ પ્રસંગે પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ડીસા તેમજ આજુબાજુની ધર્મ પ્રેમી જનતા પ્રસાદ તેમજ દર્શનનો લાભ લઈ લેવા દરેક જ્ઞાતિના લોકો મળીને ૬૦,૦૦૦ થી ૭૦,૦૦૦ જેટલા ભાવિ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો આ અંગે મુલાકાતમાં મંદિર નાં આયોજકો એ જણાવ્યું હતું.આ માહિતી આપતાં વિનોદ બાંડીવાલા એ જણાવ્યું હતું.