કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચ માં આવેલ કાશીમાબાદ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ

તારીખ ૧૦/૦૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકા વોર્ડ નંબર પાંચ માં આવેલ કાશીમાબાદ સોસાયટી કે જેમા મુખ્યત્વે ૨૦૦૨ ના દંગા માં વિસ્થાપિત થયેલા પરિવારો રહે છે. આ વિસ્તારમાં મુખ્યત્વે સાફસફાઇ લઇને સમસ્યા અને થાંભલાઓ ઉપર નાખેલી અમુક સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે તે નગરપાલિકા ને વારંવાર મૌખિક તેમજ તારીખ ૨૦/૦૧/૨૦૨૪ રોજ કપ્લએન બોક્સમાં લખી છે છતાં વીસ દિવસ વીત્યા પછી પણ અમુક બંધ હાલતમાં સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવામાં આવી નથી ગંદકી પારાવાર છે આ વિસ્તારના જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મયુરભાઇ ગોહિલને મૌખિક રજૂઆત કરતા તાત્કાલિક સફાઇ કર્મચારીઓને સ્થળ પર મોકલી સાફસફાઇ કરાવી કચરો ભરાવી દીધું પરંતુ વિસ્તારમાં વીસેક દિવસથી દશથી બાર સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે ત્યારે કાલોલ નગરપાલિકા દ્વારા આ વિસ્તારો પર પૂરતું ધ્યાન આપી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી લોકોની માંગ છે.