BHUJGUJARATKUTCH

મતદાન પુરું થતાના ૪૮ કલાક પૂર્વે અને મતગણતરીના દિવસને “ડ્રાય ડે” જાહેર કરાયા.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.

ભુજ,તા – 02 મે : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમિયાન મતદાન મુક્ત અને ન્યાયિક વાતાવરણમાં યોજાઈ તે હેતુથી દારૂ અને નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવેલો છે. મુંબઇ નશાબંધી અધિનિયમ-૧૯૪૯ની કલમ-૧૪૨ અન્વયે તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન પુરું થવાના સમયગાળા પહેલા ૪૮ કલાકના સમયગાળામાં એટલે કે તા.૦૫/૦૫/૨૦૨૪ના સાંજના ૬ વાગ્યાથી તા.૦૭/૦૫/૨૦૨૪ના સાંજના ૬ વાગ્યા સુધી ડ્રાય ડે જાહેર કરવામાં આવેલો છે.મતગણતરીનો દિવસ એટલે કે તા.૦૪/૦૬/૨૦૨૪ (આખો દિવસ) સહિત ઉપર જણાવેલ તારીખોએ કચ્છ જિલ્લાની દારૂના વેચાણ માટેની (એફ.એલ.-૧ અને એફ.એલ.-૨) દુકાનો તથા નશાકારક વેચાણના પરવાના હેઠળની તમામ દુકાનો બંધ રાખવા કચ્છ-ભુજ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અમિત અરોરા દ્વારા હુકમ કરવામાં આવેલો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button