
વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ – ચીખલી
ચીખલી તાલુકામાં આવેલ કવોરી સંચાલકો ની તાનાશાહી સમજવી કે પછી વહીવટી તંત્ર વામરુ પુરવાર થઈ રહ્યું છે? ત્યારે ચીખલી તાલુકા માંથી પસાર થતાં મુખ્ય માર્ગ ચીખલી સાપુતારા માર્ગ ને લાગી ને આવેલ બામણવેલ અને આજુ બાજુ ના વિસ્તારો માં ચાલતી ક્વોરીઓ હાલ આ જનતા માટે ખૂબ મોટું ન્યુસન્સ બની ગયું હોય એમ પ્રતિત થઈ રહ્યું છે.જ્યારે આ માર્ગ પર બામણવેલ થી ચીખલી તરફ જતાં મુખ્ય માર્ગ પર ધૂળ અને રજકણોના ગોટે ગોટા ઊડતાં હોવાની સમસ્યા થી ત્રાહિમામ પોકારી ચૂકેલા લોકો હવે વહિવટી તંત્ર કયારે કોઈ ચોક્કસ પગલાં લેવાશે તેની રાહ જોઈ રહ્યા છે.ત્યારે આ માર્ગ પર ઓછાં પ્રમાણ માં રજકણો ઉડે એના માટે વોટર ટેન્કર થી પાણી છાંટવામાં આવે છે.જ્યારે આ માર્ગ પર ધૂળ અને માટી ના થર જામેલા જોવા મળે છે.જેને લઈ ને માર્ગ પર કાદવ કીચડ ની ગંદકી જોવા મળે છે.ત્યારે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ ને આ બાબત ધ્યાન માં નથી આવતી કે કેમ? જ્યારે માર્ગ પર ધૂળ અને માટી ના થર જામેલા હોવાથી પાણી છાંટવામાં આવે છે.જેને લઈ ને કોઈ રાહદારી બાઈક ચાલક નું અક્સ્માત સર્જાય તો જવાબદાર કોણ? જ્યારે મુખ્ય માર્ગ પર જ આમ પાણી નાખવામાં આવે છે.જેને લઈ ને મુખ્ય માર્ગ કાદવ કીચડ વાળો અને ચિકણો માર્ગ બની જતો જોવા મળે છે.જેને લઈ ને વાહન ચાલકો અતિ ભારે મુશીબતનો સામનો કરી રહ્યા છે.જ્યારે એક બાજૂ રજકણો અને ધૂળ ઉડવાની સમસ્યા થી ત્રાહિમામ પોકારતા લોકો હવે વાહન ચલાવવામાં અનેક મુશીબતનો સામનો કરી રહ્યા છે.ત્યારે આઝાદ ભારત ના આમ નાગરીકો ને ચીખલી મુખ્ય માર્ગ પર ધૂળ અને રજકણો ઉડવાની સમસ્યા થી થતી હાલાકી થી કયારે છૂટકારો મળશે? ત્યારે ચીખલી ના પ્રાંત અધિકારી અને રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ ના અધિકારી દ્વારા ક્યારે કોઈ પગલાં લેવાશે? ત્યારે વહિવટી તંત્ર શું આ કવોરી સંચાલકો સામે કોઈ પગલાં નથી લઈ શકતું? શું તંત્ર ને આમ જનતા ની સમસ્યા નથી નજરે પડતી? જિલ્લા અને તાલુકા ના પ્રતિનિધિ ઓ અને હોદેદારો શા માટે મૌન ધારણ કરી ને બેઠાં છે. ત્યારે જોવું રહ્યું કે તંત્ર ના અધિકારીઓ ને ક્યારે પોતાની જવાબદારી નું ભાન થશે કે પછી હાથ પર હાથ ધરી બેસી રહેશે?
બોક્સ
ચીખલીના મુખ્ય માર્ગ પર નાખવામાં આવતા પાણીથી ભર ઉનાળે મુખ્ય માર્ગ પર કાદવ કીચડની સમસ્યા.