હાલોલ: પૂ.પા.ગોસ્વામી વાગીશકુમાર મહારાજશ્રી નું સમસ્ત વૈષ્ણવ સમાજ હાલોલ દ્વારા અભિવાદન સમારોહ યોજાયો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૦.૦૨.૨૪
તૃતીય ગૃહના ૧૫માં તિલકાયત તરીકે ગાદી પર બિરાજમાન થયેલ શુદ્ધાદ્વૈત તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી ૧૦૮ શ્રી ડૉ. વાગીશકુમાર મહારાજશ્રી નું સમસ્ત વૈષ્ણવ સમાજ હાલોલ દ્વારા દ્વાકાધીશ હવેલી હાલોલ ખાતે મંગલ અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે હાલોલ નગર સહીત પંથકમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા.જગતગુરુ શ્રીમદ્દ વલ્લભાચાર્યજીના દ્વિતીય પુત્રરત્ન શ્રી ગુંસાઈજીના તૃતીય પુત્રરત્ન શ્રી બાલકૃષ્ણજી ના વંશમાં નિત્યલીલાસ્થ પૂ.પા. ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રી ના જેયેષ્ઠ પુત્રરત્ન ગોસ્વામી શ્રી વાગીશકુમારજી મહારાજશ્રી શુદ્ધાદ્વૈત તૃતીય પીઠાધીશ્વર
ગૃહના ૧૫માં તિલકાયત તરીકે ગાદી પર બિરાજમાન
થતા તેમનું મંગલ અભિવાદન સમારોહ હાલોલ નગર ની મધ્યમાં મંદિર ફળીયા ખાતે બિરાજમાન શ્રી છગન મગન લાલજી મંદિર તેમજ બસ્ટેન્ડ નજીક બિરાજમાન શ્રી દ્વારાધીશ હવેલી તેમજ સમસ્ત વૈષ્ણવ સમાજ હાલોલ દ્વારા દ્વાકાધીશ હવેલી ખાતે યોજવામાં આવ્યો હતો.આ શુભ અવસરે પુષ્ટિમાર્ગીય મંદિર ખાતે મહારાજશ્રી ની ઉપસ્થિતિમાં સવારે ૧૦કલાકે નંદમહોત્સવ ના દર્શન કરવામાં આવ્યા હતા. બપોરે ૪ કલાકે કંજરી રોડ નર્મદાનગર ખાતે કીર્તન સમાજ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ સાંજે ૬ કલાકે મહારાજશ્રી ની શોભાયાત્રા નર્મદાનગર સોસાયટી ખાતેથી નીકળી નગરના મુખ્ય માર્ગો પર ફરી દ્વારકાધીશ મંદિર ખાતે પોહચી ત્યાં મંગલ અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો.જ્યાં સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર દ્વારા તેમજ નગરની વિવિધ સંસ્થાઓ તેમજ પુષ્ટિ વૈષ્ણવો એ તેઓને માળાજી અર્પણકારી અભિવાદન આપ્યા હતા.ત્યારબાદ વાગીશકુમારજી દ્વારા વચનામૃત આપતા સૌ વૈષ્ણવો ભક્તિમય રંગ માં ડૂબી ગયા હતા.










