આર. આર. મહેતા કૉલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ. પરીખ કોલેજ ઑફ કોમર્સ માં નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ

10 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો 
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર. આર. મહેતા કૉલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ. પરીખ કોલેજ ઑફ કોમર્સમાં સોસાયટી ફોર બડિંગ બાયોલોજીસ્ટ દ્વારા આજ રોજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધા માં વિદ્યાર્થિઓને ઓન ધ સ્પોટ “શિક્ષણ” વિષય આપી નિબંધ સ્પર્ધાનું આયોજન થયું, જેમાં સાયન્સ અને કોમર્સ કોલેજના 30 જેટલા વિદ્યાર્થીઓએ સક્રિય રીતે ભાગ લીધો. સમગ્ર સ્પર્ધાનો ઉદ્દેશ્ય વિધ્યાર્થીઓ શિક્ષણ વિષે સમજે અને કઈ રીતે તેને ટુંક સમયમાં શાબ્દિક રીતે રજૂ કરે તે હતો. કાર્યક્રમમાં પ્રી. ડૉ. ડગબર સાહેબ તથા વિભાગીય વડા ડૉ. એમ. કે. પટેલના પરોક્ષ આશિર્વચન પ્રાપ્ત થયા. નિબંધ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે રસાયણશાસ્ત્રના આસી. પ્રો. ડૉ. શ્વેતા એ. પટેલ સેવા આપશે, જેનું પરિણામ ટુંક સમયમાં જાહેર કરાશે. સમૂહ રાષ્ટ્રગીત બાદ કાર્યક્રમ પૂર્ણ કરાયેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન બોટની ડિપાર્ટમેન્ટના આસી.પ્રો.ડૉ. ધ્રુવ પંડ્યા, કું. અંકિતા કુગશિયા, કું. અમી પ્રજાપતિ, શ્રીમાન વિક્રમ પ્રજાપતિ, વિદ્યાર્થી સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું.



