GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ડેરોલસ્ટેશન માર્કેટિંગ યાર્ડ પાસે આવેલી મેડિકલ દુકાનમાં આગ લાગતાં મેડિકલ ને લગતું તમાંમ માલસામાન બળીને રાખ

તારીખ ૨૯/૦૪/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન માર્કેટિંગ યાર્ડ ખાતે ગતરોજ રવિવારે રાત્રીના સાડા અગિયાર વાગ્યાના અરસામાં એક મેડિકલ દુકાન માં આગ લાગતાં અફડાતફડી મચી જવા પામી હતી અને મેડિકલ દુકાનમાં લાગેલી આગથી ધૂમાડા ના ગોટેગોટા આભમાં જતા દેખાતા દોડધામ મચી જવા પામી હતી.જોકે,આગ લાગતાં લોકોનાં ટોળાંની સાથે ડેરોલ સ્ટેશન ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચ રમેશભાઈ તલાટી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.જયા તેઓએ કાલોલ નગરપાલિકાના ફાયર ફાઈટર ને જાણ કરતાં તે ઘટના સ્થળે આવી પહોંચ્યુ હતું જ્યાં મેડિકલ દુકાન ની બાજુમાં એક પ્લાસ્ટિક કટલરી ની દુકાનમાં આગ પોહચે તે પહેલા સ્થાનિક લોકોની સાથે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણી નો મારો ચલાવી આગને કાબૂમાં લેતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.જોકે, કાલોલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.જેમાં દુકાનમાં રાખેલ ફ્રીઝમાં થયેલ શોર્ટ સર્કિટ ને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત થઈ રહેલ છે અને આ દુકાનમાં આગ લાગતા ત્યાં પડેલો મેડિકલ દવા-ગોળીનો માલ-સામાન ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને દુકારનદાર દ્વારા માલસામાન વધુ સ્ટોલ કરાયો હતો.પરંતુ આ મેડિકલ દુકાનમાં વિકરાળ રૂપ આગ ભભૂકી ઉઠતા સંપૂર્ણ માલ-સામાન બળીને ખાખ થઇ ગયો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button