ટંકારાના સજનપર હડમતીયા રોડ પરથી શકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળતા ચકચાર

ટંકારા તાલુકાના સજનપર હડમતીયા રોડ પર કોથળામાં વીટેલો મહિલાનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામ્યો છે. આ અંગેની જાણ ટંકારા પોલીસને થતાં પોલીસ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે અને મુતદેહને પી.એમ. માટે ફોરેસ્નીક માટે મોક્વલા માટે તજવીજ હાથ ધરી છે.
બનાવની મળતી વિગત મુજબ ટકરા તાલુકના સજજનપર હડમતીયા રોડ પાસે કોથળામાં વિટેલી અવસ્થામાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે ઘટનાની જાણ થતાં ટંકારા પોલીસને ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસના પાસેથી મળતી પ્રાથમિક વિગત મુજબ હાલ મૃતક મહિલાના વાલીવારસની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટીએ મૃતદેહ ચાર દિવસ પહેલાનો હોય તેવો લાગે છે. મહિલાનું કઈ રીતે મોત થયું તેની પણ તપાસ ચાલુ છે. તો મહિલાની ઓળખ મેળવા તેમજ શંકાસ્પદ મળેલા મૃતદેહને પી.એમ. માટે ફોરેસ્ન્સિક માટે મોકલવામાં આવ્યો છે. આ અંગે પ્રાથમીક તપાસ શાહિદ સીદીક ચલાવી રહ્યા છે. તો સુત્રોમાંથી મળતી વિગત મુજબ મહિલાનું મોત શંકાસ્પદ હોવાથી હત્યા થયાનું પણ લાગી રહ્યું છે.