JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ તાલુકા (શહેર)નો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

જૂનાગઢ,તા.૧૧  મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અને તાલુકા કક્ષાના પ્રશ્નોના ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજૂ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી ન જવું પડે તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં જૂનાગઢ તાલુકા(શહેર) માટે તા.૨૬-૦૬-૨૦૨૪ સવારે ૧૧ કલાકે  મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ કચેરીતાલુકા સેવા સદનસરદારબાગ જૂનાગઢ ખાતે  યોજાશે.

મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત ઓનલાઇન(ફરિયાદ નિવારણકાર્યક્રમમાં કોઇપણ અરજદારને અરજી કરતા પહેલા ગ્રામ્યકક્ષાનો પ્રશ્ન હોય  તો ગ્રામ પંચાયત તલાટીકમમંત્રીગ્રામસેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોયતાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રશ્ન અંગે લેખિતમાં રજૂઆત કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોયઆ કાર્યક્રમમાં રજૂ થતાં પ્રશ્નો ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા હોવા જોઇએઆ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નના આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે અને આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશેસામુહિક રજૂઆતો નહિ થઇ શકે તે પ્રકારની અરજીઓ રજૂ થઇ શકશે તથા મુદ્દત બાદની અરજીઓઅસ્પ્ષ્ટ રજૂઆતવાળી અરજીઓકચોરીના એક કરતા વધુ વિભાગીય પ્રશ્નો, સુવાચ્ય ન હોય તેવી અરજીઓનામસરનામા વગરની અરજીઓવ્યક્તિગત આક્ષેપોવાળી અરજીઓનીતિ વિષયક પ્રશ્નોચાલુ સરકારી કર્મચારીના સેવા વિષાયક પ્રશ્નોકોર્ટ મેટરદિવાની પ્રકારની ખાનગી તકરારોઅપીલ થવાપાત્ર કેસો વાળી અરજીઓઅરજદારને સ્વયં સ્પર્શતા ન હોય તેવા પ્રશ્નોઅરજદારે તેમની રજૂઆત અંગે સંબંધિત કચેરી/ખાતાનો એકવાર પણ સંપર્ક કર્યા સિવાય પ્રથમ વખત સીધા જ આ કાર્યક્રમમાં રજૂ કરેલ પ્રશ્ન તથા અગાઉના સ્વગાત કાર્યક્રમમાં રજૂ થયેલ પ્રશ્નો આ કાર્યક્રમમાં અરજીઓ રજૂ થઇ શકશે નહી તેમ જૂનાગઢ(શહેર) મામલતદારની આખબારી યાદીમાં જણાવાયું છે. 

[wptube id="1252022"]
Back to top button