MORBIMORBI CITY / TALUKOTANKARAUncategorized

MORBI:મોરબીની નામાંકિત શૈક્ષણિક સંસ્થા નવયુગ નર્સિંગ કોલજમાં વર્લ્ડ લેપ્રસી ડે નિમિત્તે માર્ગદર્શન સેમીનારનું આયોજન

MORBI:મોરબીની નામાંકિત શૈક્ષણિક સંસ્થા નવયુગ નર્સિંગ કોલજમાં વર્લ્ડ લેપ્રસી ડે નિમિત્તે માર્ગદર્શન સેમીનારનું આયોજન

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા નર્સિંગ કોલેજ તેમજ બી.એડ્. કોલેજના વિદ્યાર્થીઓ માટે તારીખ ૩૦-૦૧-૨૦૨૪ ના રોજ *વર્લ્ડ લેપ્રસી ડે* નિમિત્તે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના નિવૃત શિક્ષક અને રક્તપિત્ત પીડિતો, અનાથ અને વિકલાંગોની સેવામાં જીવન સમર્પિત કરનાર એવા ચંદુભાઈ દલસાણીયા તેમજ રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા કમલેશભાઈ દલસાણીયા ને મુખ્ય વક્તા તરીકે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલ. જેમાં તેમણે રક્તપિત્ત રોગના લક્ષણો, તેના ઉપાયો તેમજ તેની સારવાર અંગે સચોટ માહિતી આપી હતી તેમજ રક્તપિત્ત પીડિતો માટે ઉત્તમ કાર્ય કરતી સંસ્થા એવી સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ, હિંમતનગર વિષે વિસ્તૃત માહિતી આપી હતી. નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને વર્લ્ડ લેપ્રસી ડે નિમિત્તે રક્તપિત્ત રોગના લક્ષણો, નિવારણ, ઉપચાર, તેમજ આ રોગથી બચવા શું કાળજી લેવી તે અંગે માહિતી આપતા પોસ્ટર પ્રેઝેન્ટેશન કર્યું હતું.

સમગ્ર આયોજન સંસ્થાના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેને સફળ બનાવવા પ્રિન્સિપાલશ્રી અને સ્ટાફગણએ જહેમત ઉઠાવી હતી.

[wptube id="1252022"]
Back to top button