
વાત્સલ્યમ સમાચાર
બ્યુરો- નવસારી.
નવસારી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે 48 પર અવારનવાર અકસ્માત ઘટનાઓ બની રહી છે.જ્યારે આજે વહેલી સવારે ચીખલી નજીક આલીપોર ઓવર બ્રિઝ પર સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે.
આ અકસ્માત ઇનોવા કાર અને ટ્રક સામસામે ભટકાતા ચાર વ્યક્તિઓના મોંત થયા છે. ઇનોવા કાર ચાલકે ઓવરટેકની લ્હાયમાં કન્ટેનર સાથે ભટકાતાં અકસ્માત સર્જાયો હોવાની સ્થળ પરથી માહિતી મળી છે.આ અકસ્માતમાં ઘટના સ્થળે ચાર લોકોનાં કમકમાટી ભર્યા મોંત થતાં અરેરાટી મચી જવા પામી હતી અકસ્માતે મોંત ભેટેલા ચારેય વ્યક્તિઓની લાશને ચીખલી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલવામાં આવી છે. જ્યારે બે લોકોને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે સુરત ખાતે ખસેડાયા છે.આ અકસ્માતની જાણ જિલ્લા પોલીસ તંત્રને થતાં Dysp સહિતનો સ્ટાફ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી રાહતની કામગીરી હાથ ધરી હાઇવે માર્ગના ટ્રાંફિક રાબેતા મુજબ શરૂ કર્યો છે.



