HALOLPANCHMAHALUncategorized

હાલોલ સત કૈવલ મંદિર ખાતે મહાબીજ પર્વની ઉજવણી કરવામાં આવી,નગરમાં નીકળી ભવ્ય શોભાયાત્રા

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૨.૧૦.૨૦૨૪

હાલોલ સત કૈવલ મંદિર સસ્તગ મંડળ દ્વારા પ.પુ.શ્રીમદ કરુણાસાગર મહારાજ ના જન્મ દિન મહોત્સવ ને લઇ તા.૧૧ ફેબ્રુઆરી રવિવારે મહાબીજ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.હાલોલ નગરના સુથાર ફળીયા ખાતે આવેલ સત કૈવલ મંદીર સસ્તગ મંડળ દ્વારા દિવ્ય પરમગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ મંદિર ખાતે મહા સુદ બીજ પર્વની ઉજવણી ભક્તિસભર તેમજ હર્ષ ઉલ્લાસ વાતાવરણમાં કરવામાં આવી હતી.જેને લઇ સત કૈવલ સાહેબ પરીવાર નાં ભક્તો મોટી સંખ્યામાં વહેલી સવારથી જ મંદિર ખાતે ઉમટી પડયા હતા.મંદિર ખાતે એકત્રિત થયેલ ભક્તો દ્વારા ધાર્મિક વાતાવરણમાં મંદિર ખાતે વહેલી સવારે પ્રભાત ફેરી,તેમજ આરતી ઉપાસના કર્યા બાદ ભવ્ય શોભાયાત્રા નગરનાં મુખ્ય માર્ગો પર નીકળી હતી.વાજતે ગાજતે સુશોભિત બગીમા બિરાજમાન કરી નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં સંત કેવલ મંડળ પરિવાર ના સભ્યો જોડાયા હતા જ્યારે આ પ્રસંગે કૈવલ વેત્તા પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગરના પ્રાગટ્યનાં ૨૫૧ વર્ષ પૂર્ણ થતાં અને ૨૫૨ વર્ષ માં પ્રવેશ કરતા મંદિર ખાતે ૨૫૨ દીપ પ્રગટાવી આરતી ઉપાસના કરવામાં આવી હતી ત્યારબાદ ભજન સંધ્યા તેમજ સત્સંગ અને નાટક વેશભૂષા નો કાર્યક્રમો યોજાયા હતા અને બાળકોને ઉત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button