DANG

નવસારી જિલ્લા વિકાસ કો-ઓર્ડિનેશન અને મોનિટરીંગ કમિટી (દિશા) ની બેઠક યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

દિશા બેઠક અન્વયે જિલ્લાના વિવિધ વિભાગો હસ્તક્ની યોજનાઓ હેઠળ થયેલી કામગીરી
અને પ્રગતિની સમીક્ષા કરવામાં આવી
નવસારી જિલ્લા વિકાસ કો-ઓર્ડિનેશન અને મોનિટરીંગ કમિટી (દિશા) ની બેઠક આજે નવસારી જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.
બેઠકમાં કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભો લોકો સુધી સરળતાથી પહોંચે તે દિશામાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓને આયોજન કરી સતત કાર્યશીલ રહેવા જણાવ્યું હતું. સાથે, યોજનાકીય કામગીરીની યોગ્ય જાણકારી લોકો અને લાભર્થીઓ સુધી પહોંચે તે માટે જનજાગૃતિ કેળવવાનો વિશેષ અનુરોધ કર્યો હતો.
દિશાની બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, ગોબરધન પ્રોજેક્ટ, શ્યામાપ્રસાદ મુખરજી રૂર્બન પ્રોજેક્ટ, સર્વ શિક્ષા અભિયાન, લીડ બેંકની તથા પોસ્ટ વિભાગની સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાઓના જેવી વિવિધ કેન્દ્ર સરકારની ફલેગશીપ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. અને, ફાળવેલ ગ્રાંટ અંતર્ગત લક્ષ્યાંકો પૂર્ણ કરવા સાથે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
આજની દિશાની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહિર, ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, નવસારીના ધારાસભ્યશ્રી રાકેશભાઇ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, વાંસદા પ્રાયોજના વહિવટી અધિકારીશ્રી આનંદુ સુરેશ, પોલીસ અધિક્ષકશ્રી ઋષિકેશ ઉપાધ્યાય, નાયબ વન સંરક્ષકશ્રી નિશા રાજ, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોષી,  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.એસ.ગઢવી, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, વિવિધ સમિતિઓના સદસ્યો તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button