MEHSANAVIJAPUR

વિજાપુર કસાઈવાડા વિસ્તારમાં ઉભરાતી ગટરો નો નિકાલ કરવા ધારાસભ્ય એ પાલિકા ને લખ્યો પત્ર

વિજાપુર કસાઈવાડા વિસ્તારમાં ઉભરાતી ગટરો નો નિકાલ કરવા ધારાસભ્ય એ પાલિકા ને લખ્યો પત્ર
વિજાપુર તા
વિજાપુર દોશીવાડા થી કસાઈવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરો નું ગંદુ પાણી ઉભરાઈ ને બહાર આવે છે જેને લઈને પાલિકા માં વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા રહીશો એ ધારાસભ્ય સીજે ચાવડા સમક્ષ રજૂઆત કરી હતી જેને લઇને ધારાસભ્ય એ પાલિકા ચીફ ઑફિસર ને કસાઈવાડા ની ઉભરાતી ગટરો નો નિકાલ કરવા અંગેનો પત્ર લખીને જાણ કરવામાં આવી છે જેમાં હાલમાં મુસ્લીમ સમાજનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે લોકો મસ્જીદ માં નમાજ પડવા જાય છે ત્યારે ઉભરાયેલ ગટરો ના કારણે પરેશાની માં મૂકાય છે જેથી સત્વરે ઉભરાતી ગટરો નો નિકાલ કરવામાં આવે તેવી રજૂઆત સાથે પત્ર લખ્યો છે આ અંગે અહીંના સ્થાનીક રહીશો ના જણાવ્યા મૂજબ છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરી પાલિકા માં રહીશો એ અરજીઓ કરી ધોધ વહાવી દીધો છે પરંતુ હજૂ સુધી સમસ્યા નો કોઈ નિરાકરણ પાલિકા લાવી શકી નથી ઉભરાતી ગટરો ના કારણે રોડ ઉપર ગંદકી ફેલાઈ રહી છે જેના કારણે રોગચાળો ફેલાય તેવો ભય ઉભો થયો છે પાલિકા કશું સાંભળતી નથી તેને લઈને ધારાસભ્ય ને રજૂઆત કરી છે જેનો ધારાસભ્ય એ પ્રત્યુત્તર આપતા પાલિકા માં પ્રશ્ન નો નિકાલ લાવવા માટે પત્ર લખવા માં આવ્યો છે

[wptube id="1252022"]
Back to top button