ઇડર માં દેશની પ્રથમ બાળ ગોપાળ બચત બેન્કનાં 14 વર્ષ પૂર્ણ થતાં અનોખી ઉજવણી કરવામાં આવી

સાબરકાંઠા…
દેશની પ્રથમ બાળ ગોપાળ બચત બેન્કનાં 14 વર્ષ પૂર્ણ થતાં અનોખી ઉજવણી કરવામાં આવી…
સાબરકાંઠા જિલ્લાનાં ઈડર ખાતે દેશની પ્રથમ બાળ ગોપાળ બચત બેન્કની શરૂવાત આજથી 14 વર્ષ પહેલા અશ્વિનભાઈ પટેલ દ્રારા કરવામાં આવ્યો આવ્યુ હતું.. બેન્કને 14 વર્ષ પૂર્ણ થતાં ઈડર ટાઉન હોલ ખાતે કે.એમ.પટેલ વિદ્યામંદિર શાળાના 600 કરતા પણ વધુ બાળકોને બચત પેટીનું વિતરણ કરવામાં આવ્યુ હતું.. બાળકોમા નાનપણથી બચતના સંસ્કાર વધે તેમજ બાળક પોતે 18 વર્ષનો થાય અને પોતાની બચત કરેલી રકમ માંથી પોતાનું સ્વપન સાકાર કરે તે ઉદ્દેશ સાથે બાળ ગોપાળ બચત બેન્કનાં સંસ્થાપક તેમજ સ્ટાફ સતત કાર્યરત રહેતો હોય છે.. ઈડર ટાઉન હોલ ખાતે યોજાયેલ કાર્યકમમાં ગુજરાત રાજ્યનાં પુર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીન, ઈડર વડાલી ધારાસભ્ય રમણલાલ વોરા, જીલ્લા ભાજપ પ્રમુખ, સાબરકાંઠા બેક પુર્વ ચેરમેન, ભાજપ અગ્રણીઓ શાળાનો સ્ટાફ સહિત બાળકો ઉપસ્થિત રહ્યા હતા.. કાર્યકમ અંતર્ગત બેન્કમાં સંસ્થાપક અશ્વિન પટેલે બાળકોમાં બચતનાં સંસ્કાર વધે તેમજ બાળક પોતે નાની રકમ માંથી મોટી રકમ ભેગી કરી શકે તે ઉદ્દેશ સાથે 7 જેટલાં સંકલ્પ પણ લેવડાવ્યા હતા…
રિપોર્ટ જયંતિ પરમાર સાબરકાંઠા