

શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ પ્રજા પિતા બ્રહ્મ કુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય સાધલી સેન્ટર નાં સંચાલિકા પારુલ બેન તેમજ જ્યોતિ બેન નાં સાનિધ્ય માં ૫૪ માં વિશ્વ શાંતિ દિવસ ની ઉજવણી કરવામાં આવી.
સમગ્ર ભારત ભરમાં કાર્યરત બ્રહ્મ કુમારી પરિવાર દ્વારા ૧૮ જાન્યુઆરી નાં દિવસે વિશ્વ શાંતિ દિવસ ની ઉજવણી કરવામાં આવતી હોય છે.
આ સંસ્થાના ફાઉન્ડર પ્રજાપિતા એ ૧૮ જાન્યુઆરી ૧૯૬૯ નાં દિવસે પોતાના સાકાર દેહનો ત્યાગ કર્યો હતો.
ત્યાર થી બ્રહ્મ કુમારી પરિવાર દ્વારા આ દિવસ ને વિશ્વ શાંતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આ કાર્યક્રમ માં ભાઈઓ તેમજ બહેનો એ અત્યારની કડકડતી ઠંડીમાં કેન્દ્ર માં પધારી ગહન સાધના કરી સ્વ પરિવર્તન નાં લક્ષ સાથે કટીબદ્ધ થયા હતા.
ફૈઝ ખત્રી..શિનોર
[wptube id="1252022"]





