
તા.૨/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, jetpur: આગામી લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ ને અનુલક્ષીને રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનાં મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી ૧૧-પોરબંદર લોકસભા મતદાર વિભાગ(૭૪-જેતપુર વિધાનસભા મતદાર વિભાગ) અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી(પંચાયત),રાજકોટ શ્રી એમ.જે.નાકિયાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી, જેતપુર ખાતે બેઠક યોજાઇ હતી.

મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીના જણાવ્યાનુસાર, આ બેઠકમાં ૭૪- જેતપુર વિધાનસભા મતદાર વિભાગના તમામ ઝોનલ ઓફિસરશ્રીનો તાલીમ કમ ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઝોનલ અધિકારીઓને તેમના રૂટની માહિતી આપી, તેમના રૂટમાં આવતા મતદાન મથકોની ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી હતી. આગામી લોકસભાની ચૂંટણી અન્વયે લોકોમાં જાગૃતિ આવે લોકોને ઈ.વી.એમ, વી.વી.પેટ. તથા મતદાન પ્રક્રિયા અંગે સરળતાથી જાણકારી અને પ્રેક્ટીકલ અનુભવ મળે તે અર્થે જેતપુર સેવા સદન ખાતે મતદાન પ્રક્રિયા ઇ.વી.એમ. નિદર્શન કેન્દ્ર ખુલ્લું મુકાયું છે જેનો નાગરીકો મહત્તમ લાભ લઈ શકે તે માટે જરૂરી ચર્ચાઓ અને સૂચનો આપવામાં આવ્યા હતા.









