
BAPS મંદિર જંબુસરમાં પરીક્ષાર્થી શુભેરછા સમારોહ યોજાયો.
શ્રી સ્વામિનારાયણ મંદિર BAPS જંબુસરમાં આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષામાં બેસનાર ધોરણ દસ અને બારના પરીક્ષાર્થીઓનો આત્મવિશ્વાસ વધે અને સફળતા મળે તે માટે પરમ પૂજ્ય યજ્ઞજીવન સ્વામીજીએ મહાપૂજા કરાવી હતી અને પૂર્ણ સફળતા માટે પરમ પૂજ્ય જ્ઞાનવીર સ્વામીજીએ પ્રેરક પ્રવચન રૂપી આશીર્વચન આપી સૌ માટે પરમ વંદનીય મહંત સ્વામીજી પાસે આશિર્વાદ માગ્યા હતા.
આ મહાપૂજા કાર્યક્રમમાં જંબુસરની નવયુગ વિદ્યાલય, સરસ્વતી વિદ્યામંદિર, એચ. ઍસ. શાહ હાઈસ્કુલ , ડી. જે. શાહ ઇંગ્લિશ મિડિયમ હાઈસ્કુલના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજર રહી લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
અંતે ઉપસ્થિત શ્રી બીપીનભાઈ અને ભક્તો દ્વારા સૌને પ્રસાદી આપવામાં આવી હતી.
[wptube id="1252022"]