BANASKANTHAPALANPUR

પાલનપુર સંચાલિત એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ. પટેલ કોમર્સ કૉલેજમાં ગુરુપૂર્ણિમા અને એફ.વાયનાં વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવl

3 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ. પટેલ કોમર્સ કૉલેજમાં ગુરુપૂર્ણિમા અને એફ.વાયનાં વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ ઉજવણી કરવામાં આવી. આજરોજ 3 જુલાઈ ના રોજ ગુરુપૂર્ણિમાના આ કાર્યક્રમમાં કૉલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો. કાર્યક્રમમાં સૌપ્રથમ એસ.વાય અને ટી.વાયનાં વિદ્યાર્થીઓએ એફ.વાયનાં વિદ્યાર્થીઓને કંકુ તિલક અને મો મીઠું કરાવ્યું. ત્યાર બાદ વિદ્યાર્થીઓએ અધ્યાપકોને પણ  કંકુ તિલક અને મો મીઠું કરાવી, પેન ભેટ સ્વરૂપે આપી સ્વાગત કર્યું હતું. કોલેજની સિનિયર વિદ્યાર્થીનીઓએ એફ.વાયનાં વિદ્યાર્થીઓનું સ્વાગત નૃત્ય કરીને પણ કર્યું હતું. કોલેજના વિદ્યાર્થીઓએ ગુરૂનો મહિમા દર્શાવતા પોતાના વિચારો અને ગુરુગીત રજૂ કર્યા હતા. ત્યારબાદ કોલેજના અધ્યાપક ડો. દીપ્તિબેન ભાખરીયાએ વિદ્યાર્થીઓને કોલેજના નિયમો અને કોલેજમાં ચાલતા અન્ય પ્રશિક્ષણ વર્ગો જેવા કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ટેલી, ccc, સીવણ કલાસ, બ્યુટી પાર્લર, વગેરેથી માહિતગાર કર્યા અને કોલેજના આચાર્ય ડો. મનીષાબેન પટેલે પ્રાસોગિંક ઉદ્દબોધન કર્યું હતું. કોલેજ પરિવારનો પરિચય અને કોલેજમાં ચાલતી અન્ય અભ્યાસકીય પ્રવૃત્તિઓની માહિતી ડૉ. આકૃતિબેન પાંચાલે PPT રજૂ કરીને કરાવી હતી. આ કાર્યક્રમની આભારવિધિ પ્રા. ભાવિક ગોસ્વામીએ કરી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાનલ કોલેજના આચાર્ય ડૉ. મનીષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમનાં કન્વિનર પ્રો. કાર્તિક મકવાણાએ સફળતાપૂર્વક કર્યું હતું.

[wptube id="1252022"]
Back to top button