

તારીખ ૧૩/૧૨/૨૦૨૨ ના રોજ , મોટાકરાળા નજીક થી બિનવારસી ટેમ્પા માં થી વિદેશી દારૂ મળી આવતાં, શિનોર પોલીસ મથકે નોંધાયેલ પ્રોહીબીશન ગુનામાં નાસતા ફરતા આરોપી ને પેરૉલ-ફ્લો સ્કૉડ ની ટીમે દમણ ખાતે થી ઝડપી પાડી,શિનોર પોલીસ ને હવાલે કર્યો છે.
ગત તારીખ ૧૩ ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ શિનોર પોલીસ ટ્રાફિક અંગેની કામગીરી માં હતી.તે સમયે મોટાકરાળા નજીક બિનવારસી ટેમ્પામાં વિદેશી દારૂ ભરેલો હોવાની બાતમી મળતાં પોલીસે ૯૧ પેટી દારૂ અને ટેમ્પો મળી કુલ રુપિયા ૮,૩૬,૮૦૦ નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો હતો.જે ગુનાની તપાસ દરમિયાન ,નાની દમણ ભેંસ રોલ, કોળીવાડ ખાતે રહેતા ભગુભાઈ બાબુભાઈ પટેલ નું નામ આરોપી તરીકે સામે આવતાં,ભગુપટેલ પોલીસ ને ચકમો આપી નાસતો ફરતો હતો.જે આરોપી નાની દમણ ખાતે હોવાની ચોક્કસ બાતમી મળતાં,પેરૉલ-ફ્લો સ્કૉડ ની ટીમ બાતમી વાળા સ્થળે પહોંચી જઇ વૉચ માં હતી તે દરમિયાન આજરોજ ,વડ ચોંકી,નાની દમણ રોડ ખાતે થી આરોપી ભગુભાઈ બાબુભાઈ પટેલ ને ઝડપી પાડી , કાયદેસરની વધુ કાર્યવાહી માટે શિનોર પોલીસ ને હવાલે કર્યો છે..
ઉલ્લેખનીય છે કે શિનોર પોલીસ મથકે વિદેશી દારૂ અને ટેમ્પો મળી રુપિયા ૮.૩૬.૮૦૦ નો મુદ્દામાલ કબજે લઇ નોંધાયેલ પ્રોહીબીશન ગુનામાં નાસતા ફરતા આરોપી ને ઝડપી પાડવામાં પેરોલ-ફ્લૉ સ્કોડ ની ટીમ ને સફળતા મળી છે.
ફૈઝ ખત્રી..શિનોર





