SINOR

કોલીયાદ ખાતે હજરત કાશ્મશા સરકારની દરગાહ પર સંદલ શરીફ તેમજ ઉર્સની ઉજવણી કરાઇ

કરજણ તાલુકાના કોલીયાદ સ્થિત હજરત સૈયદ કાશ્મશા સરકારની સુપ્રસિધ્ધ દરગાહ શરીફ પર હજારો અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. હજરત સૈયદ કાશ્મશા સરકારનાના આસ્તાના પર મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા હતા. 

સંદલ શરીફનું ઝુલુસ ગામમાં આવેલા મદ્રેસા પાસેથી સૈયદ સાદાતોએ પ્રસ્થાન કરાવ્યું હતું. જે ઝુલુસ સલાતો સલામના પઠન સાથે ગામના માર્ગો પરથી પસાર થઈ દરગાહ શરીફ પર પહોંચ્યું હતું. દરગાહ શરીફ પર પહોંચી સૈયદ વહીદ અલી બાવા સાહેબ તેમજ અન્ય સાદાતોના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી.

સાથે સાથે અકિદતમંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. આ પ્રસંગે સૈયદ મોહમ્મદ મિયા ખલીફ એ શૈખુલ ઇસ્લામ, સૈયદ અસગર અલી બાવા સાહેબ, સૈયદ મોઈન અલી બાવા સાહેબ, સૈયદ મોઈન બાવા સાહેબ, સૈયદ હૈદર અલી બાપુ, સૈયદ વહિદ અલી બાવા સાહેબ, સૈયદ ફૈઝલ અલી બાવા સાહેબ ખતીબો ઇમામ કોલીયાદ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા…
ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button