

શિનોર મૂકામે અઢીભાગ વિસ્તારમાં મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. આ મહાકાલી માતાજીના મંદિર ના પાટોત્સવ નિમિત્તે દર વર્ષે ચૈત્ર માસમાં નવચંડીનું આયોજન દરજી પરગણા સમાજ દ્વારા કરવામાં આવે છે.અને આ વર્ષે પણ ચૈત્ર વદ પાચમ ના શુભ દિવસે દરજી પરગના સમાજ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરજી સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. આ નવચંડી યજ્ઞમાં 5 નવ યુગલો પૂજા આરાધના કરવાનો લ્હાવો લીધો હતો.આ નવચંડી યજ્ઞમાં કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અને સાંજે 5 કલાકે નવચંડી યજ્ઞમાં નાળિયેર હોમી મહા આરતી કરવામાં આવી હતી. જેનો સમસ્ત દરજી સમાજ ના લોકોએ ભક્તિભાવ પૂર્વક લાભ લીધો હતો.અને ત્યારબાદ મહા પ્રસાદીનો પણ લાભ લીધો હતો. જ્યારે આ પ્રસંગ ને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરનાર લોકોનું દરજી સમાજ ના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ફૈઝ ખત્રી..શિનોર









