GUJARATJETPURRAJKOT

જેતપુરની રબારીકા ચોકડી નજીક ડમ્પરે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો 

તા.૨/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જેતપુરની રબારીકા ચોકડી પાસે એક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઈકને અડફેટે લેતા એક વૃદ્ધને ગંભીર ઈજા પહોચી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બીજા વૃદ્ધને સામન્ય ઈજા થતા બંનેને સારવાર માટે દવાખાને ખસેડાયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરના રબારીકા ચોકડી વિસ્તારમાં પહોચેલા અને તાલુકાના મેવાસા ગામે બાઈક પર જઈ રહેલા ખીમજીભાઈ ભગવાનજીભાઈ ત્રાપસિયા ઉ.વ.૬૦ તેમજ હરિભાઈ ભગવાનજીભાઈ ત્રાપસિયા ઉ.વ.૬૫ના બાઈકને પાછળથી માતેલા સાંઢણી જેમ દોડ્યે આવતા જી જે ઝીરો ૮ ૦૨૫૭ નંબરના ડમ્પર ચાલકે અડફેટે લેતા બંને બાઈઓને નાની મોટી ઈજાઓ થતા બંનેને સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પીટલમાં ખસેડાયા હતા. જ્યાંથી ખીમજીભાઈને ગંભીર ઈજાઓ સાથે જેતપુરથી અન્યત્ર ખસેડાયા છે. બનાવ બાદ ડમ્પર ચાલક નાસી છૂટતા ઉપસ્થિત લોકોમાં રોષ ફેલાયો હતો. પોલીસે ઘટના સ્થળે દોડીને ડમ્પર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button