
કાંકરેજ તાલુકાના વડા ખાતે આવેલ સાંપરિયાવાસ પ્રાથમિક શાળામાં દરવર્ષની જેમ ચાલુ વર્ષે આજરોજ સંવત ૨૦૨૮૦ ના ફાગણસુદ-૧૩ ને શનિવાર તા.૨૩/૦૩/૨૦૨૪ ના રોજ સવારે શાળાના પટાંગણમાં એક બીજા બાળકોને રંગે રંગી હોળી ધુળેટી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.શાળાના બાળકો તથા સ્ટાફે ઉત્સાહભેર ભાગ લઈ ધૂળેટીનો અનેરો આનંદ માણ્યો હતો.શાળાના ઉત્સાહી આચાર્ય પ્રવીણભાઈ માધુ (ખત્રી)એ હોળી- ધુળેટી પર્વની બાળકોને શુભકામનાઓ પાઠવી હતી.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]



