કાલોલના વેજલપુર ઘૂસર રોડ ઉપર ઉભરાતી ગટરો અને ભયંકર ગંદકીને લઇ યોગ્ય નિકાલ કરવા લેખિત રજૂઆત

તારીખ ૨૯/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામ ના નાના મોહલ્લા માંથી પ્રસાર થતો ઘૂસર રોડ ઉપર આવેલ રેહમત સોસાયટી સામે ઘૂસર ગામનો મુખ્ય રોડ ઉપર ઉભરાતી ગટરો અને ભયંકર ગંદકી ના કારણે રાહદારીઓ પરેશાન થતા ઘૂસર ગ્રામ પંચાયત એ વેજલપુર ગ્રામ પંચાયત ને યોગ્ય નિકાલ કરવા લેખિત રજુઆત કરી વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તાર માંથી પ્રસાર થતો ઘૂસર ગામ તેમજ આજુબાજુ ગામોને જોડતો મુખ્ય માર્ગ જેમાં ઘૂસર ગામ તેમજ ભૈરવની મુવાડી અગાસીની મુવાડી વલમપરી તેમજ કાછીયા ઘોડા ની પ્રજાને મજબૂરી માં ભયંકર ગંદકી માંથી પ્રસાર થવું પડે છે અને ભયકર ગંદકી ના કારણે અનેક તકલીફો નો સામનો કરવો પડે છે જેથી ઘૂસર ગ્રામ પંચાયત એ વહેલી તકે ભયંકર ગંદકી દૂર કરી ત્યાં કચરા પેટી મૂકી ગંદકી ના થાય તેની કાળજી રાખવા અને વેજલપુર ઘૂસર રોડ ઉપર ગંદા પાણી થી ગટરો ઉભરાય ને રોડ ઉપર ગંદુ પાણી રેલમછેલ થતું હોવાથી રાહદારી ઓને તકલીફ થતી હોવાથી તાત્કાલિક યોગ્ય નિકાલ કરવા ઘૂસર ગ્રામ પંચાયત એ વેજલપુર ગ્રામ પંચાયત ને લેખિત માં જાણ કરી છે જેથી હવે જોવાનું એ રહયુ કે ઘૂસર ગ્રામ પંચાયત ની લેખિત રજુઆત બાદ વેજલપુર ગ્રામ પંચાયત એકશન મોડમાં આવશે કે પછી જેસા થા વૈશાહી ચલતા રહેગા..!?










