
વિજાપુર નજીકના તિરૂપતી ઋષિવનને શ્રેષ્ઠ એડવેન્ચર પાર્કનો એવોર્ડ મળ્યો 
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
રઢિયામણા વનરાવન ની લીલોતરી માટે અર્થાત પ્રયાસો કરી પયૉવરણ પ્રેમી જીતુભાઇ અને તેમની ટીમે વિજાપુર સાબરમતી નદીના કાંઠે લાખ્ખો વૃક્ષો વાવણી કરી એક મેનમેડ ફોરેસ્ટ અને અનેક વિવિધ પ્રાણીઓ માટે વનવગડો નિર્માણ કર્યો છે. આ જગ્યા પર પર્યટકો માટે ખાસ એડવેન્ચર પાર્ક, વોટર પાર્ક, ચિલ્ડ્રન ગાર્ડન, સ્પોટ સ્પેશ વગેરે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ત્યારે ઓક્સિજન પાકૅ એવા ઋષિવનને શ્રેષ્ઠ પાર્ક તરીકે ટીવી 9/દ્વારા નવાજી ટેલિવિઝન માધ્યમ બેસ્ટ પ્રાઈઝ એવોર્ડ ગુજરાત રાજ્ય મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ ના વરદ હસ્તે સમર્પિત કરી સન્માનિત કરવામાં અવ્યો છે જેને લઇને પર્યાવરણ પ્રેમીઓ માં આનંદ ની લાગણી જન્મી છે
[wptube id="1252022"]





