BANASKANTHAKANKREJ
કાંકરેજ તાલુકા ભાજપના મંત્રી તરીકે માંડલાના સામાજિક અગ્રણી અને વરિષ્ઠ પત્રકાર અમૃત ઠાકોરની વરણી કરાઈ

કાંકરેજ તાલુકાના માંડલા ગામના વતની ક્ષત્રિય ઠાકોર સમાજના સામાજિક અગ્રણી અને ક્ષત્રિય જ્યોત સાપ્તાહિકના સહતંત્રી એવા બનાસકાંઠા જિલ્લાના વરિષ્ઠ પત્રકારની પ્રદેશ ભાજપ મોવડીઓના સીધા માર્ગદર્શનથી અને કાંકરેજ તાલુકા ભાજપના પ્રરામર્શથી બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ કાંકરેજ તાલુકા ભાજપના મંત્રી તરીકે વરણી કરતા તેમના મિત્ર વર્તુળમાં હર્ષની લાગણી ફેલાઈ છે.અમૃત ઠાકોર આ અગાઉ પણ કાંકરેજ તાલુકા ના મીડિયા સેલના કનવીનર તરીકે બે ટ્રમ સેવા આપી છે ત્યારે સામાજિક કાર્યકર અને વરિષ્ઠ પત્રકાર થકી કાંકરેજ તાલુકાના લોકોના વિકાસના અને લોક ઉપયોગના કામો કરી લોકચાહના મેળવી છે અને ફરીથી પેનલ બોડીમા કાંકરેજ તાલુકા ભાજપ ના મંત્રી તરીકેની વરણી થી તેમના મોટા ચાહક વર્ગમાં નવી આશા જાગી છે સૌએ તેમની રાજકીય પ્રગતિની ની શુભકામના પાઠવી અભિનંદન પાઠવ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]



