

શિનોર તાલુકાના મિંઢોળ દૂધ ઉત્પાદક મંડળી ની સમિતિની રચના કરવામાં આવી હતી જ્યારે એજ સમિતિના જ એક સભ્ય દ્વારા મહેરબાન જિલ્લા રજીસ્ટ્રાર કચેરી ખાતે મિંઢોળ દૂધ ઉત્પાદક મંડળી માં થતાં બ્રરટાચાર ને લઈ વારંવાર લેખિત માં રજૂઆતો કરવામાં આવી હતી.
જેને લઇ આજરોજ મિંઢોળ દૂધ ઉત્પાદન મંડળી ની સમિતિના તમામ સભ્યો ને બરતરફ કરવામાં આવ્યા હતા અને વડોદરા દૂધ ઉત્પાદક સંઘ ને વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.જેને લઇ શિનોર તાલુકાનું વાતાવરણ ગરમાયું હતું.
ફૈઝ ખત્રી..શિનોર
[wptube id="1252022"]





