SINOR

સાધલી – શિનોર માર્ગ પર ના સુરાશામળ ગામની કૉલૉનીનજીક, રિક્ષા પલ્ટી ખાઇ જતાં,આરોગ્ય કર્મી મહિલા નું મોત

સોમવાર ની સાંજે વડોદરા થી વાયા સાધલી થઇ શિનોર જતી રિક્ષાને સુરાશામળ કૉલૉની નજીક અકસ્માત નડતાં, રિક્ષા પલ્ટી ખાઇ જતાં, રિક્ષા માં સવાર, સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં ફરજ બજાવતા આરોગ્ય કર્મી, નયનાબેન ભાટીયા નું મોત નિપજ્યું હતું..
સોમવાર ની સાંજે સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં ફરજ બજાવતા આરોગ્ય કર્મી નયનાબેન ભાટીયા, વડોદરા થી બે સવારી ને બેસાડી સાધલી આવી પહોંચેલી, રિક્ષા માં બેસી શિનોર જવા નીકળ્યા હતા..અને રિક્ષા સાધલી -શિનોર માર્ગ પર ના સુરાશામળ ગામની કૉલૉની નજીક થી પસાર થઇ રહી હતી આ સમયે એકાએક શ્વાન રિક્ષા સામે આવી જતાં, રિક્ષા ના ચાલક શૈલેષ લિમ્બાચિયા એ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રિક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી.. જેમાં ઇજા પામેલ નયનાબેન ભાટીયા ને મોટા ફોફળીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં દાખલ કરતાં ત્યાં ટૂંકી સારવાર દરમિયાન નયનાબેન ભાટીયા નું મોત થયું હતું..બનાવ સંદર્ભે શિનોર પોલીસે રિક્ષામાં સવાર નયનભાઈ ચોક્સી ની ફરિયાદ ના આધારે, અકસ્માત મોત નો ગુનો એ કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે..
ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button