
મોરબીના લાલપર ગામની સીમમાં ઈએસસી ડેકોરેટીવ નામના ગોડાઉનમાં જુગાર રમતાં 6 ઝડપાયા

મોરબી એલસીબી પી આઈ ડી એમ ઢોલના માર્ગદર્શન હેઠળ પી એસ આઈ કે એચ ભોચીયા અને પી એસ આઈ એન એચ ચુડાસમાની સુચનાથી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના સુરેશભાઈ હુબલ, ચંદુભાઈ કાણોતરા, ભરતભાઈ જીલરીયા અને તેજસકુમાર વિડજાને બાતમી મળી હતી કે મોરબીના બગથળાના રહેવાસી કુલદીપભાઈ વિનોદભાઈ પટેલ મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ સયાજી હોટલ સામે ઈએસસી ડેકોરેટીવ નામનું ગોડાઉન ભાડે રાખી ગોડાઉનના સેડમાં ટાઈલ્સના બોક્સની આડસ કરી તેમાં જુગારધામ ચલાવતા હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાં જુગાર રમતા કુલદીપભાઈ વિનોદભાઈ મેરજા, ભગીરથસિંહ ગજુભા પરમાર, મૌલિકભાઈ ધનશ્યામભાઈ ઉભડીયા, સુરુભા વિક્રમસિંહ સોલંકી, શૈલેષભાઈ મનુભાઈ ડાંગર અને પ્રવીણભાઈ રામભાઈ ડાંગરને રોકડ રકમ રૂ.૨,૯૩,૯૦૦ તથા મોબાઈલ ફોન નંગ ૬ કીમત રૂ.૩૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.3,૨૩,૯૦૦ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે





