દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની ડો.ચંપુ વ્યાસ માધ્યમિક શાળા- દેવધામાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી

તા.૦૧.૧૨.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની ડો. ચંપુ વ્યાસ માધ્યમિક શાળા- દેવધામાં માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો ઉદય ટીલાવત ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડા દ્વારા વિશ્વ એઇડ્સ દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળા ના વિદ્યાર્થીઓ – વિદ્યાર્થીનીઓ દ્વારા એચ આઇ વી એઇડ્સ અંતર્ગત ચિત્રકામ સ્પર્ધા યોજવામાં આવી, જેમાં પ્રથમ, દ્વિતીય તેમજ ત્રીજા નંબર આવનાર ને ઈનામ વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રોગ્રામ માં મેડિકલ ઓફિસર
દ્વારા શાળા ના વિદ્યાર્થીઓ ને એચ આઇ વી સંક્રમણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ ઉજવણી માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડા ના મેડિકલ ઓફીસર શ્રી ડો. બક્ષિસ ડામોર , સુપરવાઈઝર, CHO, MPHW, FHW, ASHA તેમજ શાળા ના આચાર્ય અને અન્ય સ્ટાફગણ ઉપસ્થત રહ્યા હતા અને એઇડ્સ થી મુત્યુ પામેલ માટે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી









