શિનોર પોલીસ દ્વારા માલસર ગામે વ્યાજખોરો સામે ગૃહ વિભાગની કડક કાર્યવાહીના નિર્ણય મુદ્દે લોકદરબાર યોજાયો


શિનોર તાલુકાના માલસર ગામે પંચમુખી આશ્રમ ખાતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડભોઇ ડિવિઝન એ.એમ.પટેલ સાહેબ.શિનોર પી એસ આઈ સી.એમ. કાંટેલિયા સાહેબ તેમજ શિનોર પોલીસ સ્ટાફ ની ઉપસ્થિતિ માં લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવારોને વ્યાજખોરોના શોષણમાંથી બચાવવા અને વ્યાજ વસૂલતા શાહુકારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી સમજણ આપવામાં આવી હતી.
તેમજ આવા કોઇપણ ઇસમો ઊંચુ વ્યાજ લેતા હોય તેમજ લાઇસન્સ ધરાવતા ના હોય અને વસ્તુઓ ઉપર ઊંચા દરે પૈસા આપતા હોય, તેવા વ્યાજ ખોરો સામે ફરિયાદ નોંધાવવા શિનોર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા સમજણ આપવામાં આવી હતી તેમજ આવા લોકોનું નામ ગુપ્ત રાખવામાં આવશે એવી ખાતરી અપાઈ હતી.
આ કાર્યક્રમમાં માલસર ગામના સરપંચ તેમજ સભ્યો.કોંગ્રેસના તાલુકા પ્રમુખ ભૂપેન્દ્ર પટેલ તેમજ શિનોર તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ફૈઝ ખત્રી..શિનોર





