GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના રાયણીયા-કરોલી ગામે 1 લાખ 54 હજાર ના લીલા ગાંજાના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો

તારીખ ૧૧/૧૨/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

ઉચ્ચ પોલીસ અધિકારીઓ ની સુચના અને માર્ગદર્શન હેઠળ નાર્કોટીક્સ ડ્રગ્સને લગતી ગેરકાયદેસર પ્રવૃતિઓ પંચમહાલ જીલ્લામાં થતી અટકાવવા તેમજ નાર્કોટીક્સ ડ્રગ્સના દુષણને નેસ્તનાબુદ કરવા અનુસંધાને આર.એ. પટેલ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. શાખા પંચમહાલ-ગોધરા નાઓને બાતમી હકીકત મળેલ કે કાલોલ તાલુકાના રાયણીયા-કરોલી ગામે સુથાર ફળીયામા રહેતા કિરીટભાઇ રડતીયાભાઇ નાયક ના કબજા ભોગવટાના મકાનની પાછળ આવેલ જમીનમાં લીલા ગાંજા નુ વાવેતર કરી નાર્કોટિક્સ ને લગતી ગેરકાયદેસર પ્રવુતિ કરે છે જે બાતમી આધારે પોલીસ અધિક્ષક પંચમહાલ ને ગુપ્ત પત્ર થી જરુર જણાય તો કાર્યવાહી કરવા માટે જાણ કરી આર.એ. પટેલ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી.ગોધરા નાઓ તથા પો.સ.ઈ.આર.એન. પટેલ તથા આઈ.જે. રાઉલજી તથા એસ.ઓ.જી. ટીમ બે સરકારી પંચોને સાથે રાખી કાલોલ તાલુકાના રાયણીયા-કરોલી ગામે સુથાર ફળીયામા રહેતા કિરીટભાઇ રડતીયાભાઇ નાયક ના કબજા ભોગવટાના મકાનની પાછળ આવેલ જમીનમાં તેને સાથે રાખી ઝડતી તપાસ કરતા જમીનમાંથી વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડ નંગ-૧૮ મળી આવેલ જેથી તલાટી કમ મંત્રી ને બોલાવી જમીનની માલીકી અને કબજા ભોગવટા ના દસ્તાવેજો સહિતની પંચક્યાસ કરાવી એફ એસ એલ ને સ્થળ પર બોલાવી લીલા ગાંજા ના છોડ નુ પરીક્ષણ કરાવતા પરીક્ષણ રિપોર્ટ હકારાત્મક આવેલ નાના મોટા કુલ ૧૮ લીલા ગાંજા ના છોડ જેનુ વજન કરાવતા કુલ વજન ૧૫.૪૦૦ કીલોગ્રામ થયેલ જેની કિંમત રૂા.૧,૫૪,૦૦૦/-ની ગણી સદર મુદ્દામાલ તપાસ અર્થે કબજે લઇ સદરી આરોપી વિરુધ્ધ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button