
નવરાત્રી માં ગરબા ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે શિનોર તાલુકાના મિંઢોળ ગામ ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ઠાકોર સમાજ દ્વારા હિતેશ ભાઈ મગનભાઈ ઠાકોર અને રાજુભાઈ ભાઈલાલ ભાઈ ઠાકોર ની આગેવાનીમાં ખુબ સુંદર નવરાત્રી મહોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું છે.
દરવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી ના દરેક દિવસે અલગ અલગ ગાયક કલાકાર બોલાવી ગરબા મહોત્સવ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.
આજરોજ ગાયક કલાકાર ઉર્વી રાઠવા,રણજીત ભાઈ અને દિનેશ ભાઈ નાઓએ પોતાના મધુર સૂર સાથે ખેલૈયાઓને મજા કરાવી હતી.
વાત કરીએ તો મિંઢોળ ગામે યોજાતી નવરાત્રી જોવા આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
ફૈઝ ખત્રી…શિનોર
[wptube id="1252022"]









