વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
દરવર્ષની પરંપરા મુજબ આદિવાસી ઉત્સવ તેમજ સર્વ ધર્મ એકતા માટે તા.28 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી રામકૃષ્ણ શાસ્ત્રીજી છોટે મોરારીબાપૂ દ્વારા કથાનું પંજાબ સિંધ ક્ષેત્ર ભીમ ગૌડા હરિદ્વાર ખાતે આયોજન કરવામાં આવ્યું છે,જેનું દીપ પ્રાગટય ધર્મચાર્ય અને યજ્ઞ સમ્રાટ પૂજ્ય પરભુદાદાના હસ્તે કરવામાં આવશે.કથામાં પ્રેરણારૂપ પૂજ્ય મહામંડલેશ્વર 1008 અંબિકા પીઠાધીશવર રમજુબાપુ રહેશે.કથામાં સવારે નાસ્તો બંને ટાઈમ મહાપ્રસાદ યુવા સંમેલન ધર્મ સંમેલન તેમજ સત્સંગ કરવામાં આવશે.દરરોજ સાંજે માં ગંગાજીની,આરતી પિતૃ તર્પણ તેમજ દેવ દર્પણ વિદ્વાન પંડિતો દ્વારા કરવામાં આવશે.કથાને સફળ બનાવવા પાર્થ જોશી,ગુણીભાઈ, મહેશભાઈ પટેલ,રમણભાઈ પટેલ,ગુરુભાઈ જોશી,હરિભાઈ તેમજ ચીમનભાઈ સહિતના ભક્તો સેવા આપી રહ્યા છે.
[wptube id="1252022"]





