
તા.૧૮/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ શહેરના પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ દ્વારા જાહેર જનતાની જાણ માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે કે, શહેરમાં સર્જાતી ટ્રાફિકની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ટ્રાફિકનું સુચારૂ અને સલામત રીતે નિયંત્રણ કરવા માટે પ્રાઈવેટ લકઝરી બસો ઉપર ૧૫૦-કુટ રીંગરોડ – માધાપર ચોકડીથી પુનીતના પાણીનાં ટાંકા સુધી પ્રતિબંધ મુકવાની જરૂરીયાત હોવાથી સવારના કલાક ૮/૦૦ થી રાત્રીના કલાક ૦૯-૦૦ સુધી ૧૫૦ ફુટ રીંગ રોડ માધાપર ચોકડીથી પુનીતના પાણીના ટાંકા સુધી પ્રાઈવેટ લક્ઝરી બસોની પ્રવેશબંધી જાહેર કરવામાં આવે છે. તેમજ ગોંડલ ચોકડી થી જામનગર જવા માગતી પ્રાઇવેટ લક્ઝરી બસો પુનીતના પાણીના ટાંકા થી વાવડી રોડ, ૮૦ ફૂટ રોડ થી નવા ૧૫૦ રીંગ રોડથી ઘંટેશ્વર ટી-પોઇન્ટથી જામનગર તરફ જઈ શકશે.

માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જવા માગતી પ્રાઇવેટ લક્ઝરી બસો માધાપર ચોકડીથી ઘંટેશ્વર ટી-પોઇન્ટથી નવો ૧૫૦-ફુટ રીંગરોડ થી કટારીયા ચોકડી, ૮૦-ફુટ રોડ વાવડી રોડથી પુનીતના પાણીના ટાંકાથી ગોંડલ ચોકડી જઈ શકશે.
નિયમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વાહન ચાલક મોટર વાહન અધિનિયમ – ૧૯૮૯ની કલમ-૧૮૩ અને કલમ-૧૮૪ અંતર્ગત શિક્ષાને પાત્ર ઠરશે.








