GUJARATJUNAGADHKESHOD

કેશોદના અજાબ ગામે પરપ્રાંતીય શ્રમિક નો પુત્ર અકસ્માતે કુવામાં પડ જતાં મોત નીપજ્યું…

સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવે છે છતાં કુવામાં સરક્ષણ દિવાલ ન હોવાથી ઘટના બની હોવાનું અનુમાન,કેશોદના અજાબ ગામે દેવશીભાઈ જસમતભાઈ દેલવાડીયાની મેંદરડા રોડ ઉપર આવેલ વાડીનુ ભાગીયુ રાખતા એમ પીના બડવાણી જીલ્લાના ડુંગર ગામનાં પરપ્રાંતીય શ્રમિક સાલીરામ આજે ખેતરમાં ઓપનર ચાલતું હતું ત્યારે ખેતરમાં રમતો તેઓનો સાત વર્ષ નો બાળક અનીલ ધ્યાને ન આવતાં શોધખોળ શરૂ કરી હતી અને આખી રાત શોધવા છતાં કોઈ માહિતી મળી નહોતી ત્યારે સવારે ખેતરમાં કુવામાં પાંચ વર્ષના બાળકનો મૃતદેહ તરતો જોવા મળતાં કેશોદ પોલીસ ને જાણ કરી સ્થાનિક તરવૈયાઓ ની મદદથી બાળકને બહાર કાઢવામાં આવતાં મૃત્યુ પામ્યો હોય કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો. પરપ્રાંતીય શ્રમિક શોકાતુર બની ગયો હતો. રાજય સરકાર દ્વારા ખેડૂતો માટે અઢળક યોજનાઓ હેઠળ લોન સહાય આપવામાં આવે છે ત્યારે કુવાને ફરતે સરંક્ષણ દિવાલ ન હોવાથી આકસ્મિક ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. પરપ્રાંતીય શ્રમિક શોકાતુર હાલતમાં ભાષા ની મુશ્કેલીઓ વચ્ચે પોતાના વ્હાલસોયા બાળક ને પોસ્ટમોર્ટમ કરાવી ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા વતનમાં અંતિમવિધિ માટે લઈ ગયેલ છે. કેશોદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે. અજાબ ગ્રામ પંચાયત ના સરપંચ મગનભાઈ અઘેરા બાળકનો મૃતદેહ કુવામાં થી બહાર કાઢવા થી લઈને દવાખાને પહોંચાડવા વ્યવસ્થા કરી આપી હતી.

રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]
Back to top button