NATIONAL

વોટ્સએપ પર એક ક્લિકમાં 100થી વધુ ફોટા અને વીડિયો મોકલી શકશો

વોટ્સએપ નવા-નવા ફિચર લાવીને યુઝરના એક્સપીરિયંસને વધારી રહ્યું છે. નવા ફીચર્સ એપની સમસ્યાઓ દૂર કરે છે. વોટ્સએપ પર પહેલા એક સાથે 30 ફોટો જ શેર કરી શકાતા હતા. પણ હવે આ લિમિટને વોટ્સએપ દ્વારા વધારવામાં આવી છે. હવે યુઝર્સ એક વખતમાં 100થી વધારે ફોટો અને વીડિયો શેર કરી શકશો. વૉટ્સએપ દ્વારા હવે એન્ડ્રોઇડ યુઝર્સ માટે ફિચર શરૂ કરી દીધું છે. નવુ અપડેટ એન્ડ્રોઇડ વર્ઝન 2.22.24.73 સાથે આ સુવિધા મળી રહી છે. આ ફિચરથી વધારે મીડિયા શેર કરવાની સુવિધા મળશે.

ડોક્યુમેન્ટ્સમાં આપી શકશો કેપ્શન

આ ફિચર સાથે એક અન્ય સુવિધાને જોડવામાં આવી છે, જે યુઝર્સને ડોક્યુમેન્ટ્સમાં કેપ્શન જોડાવાની પરવાનગી આપે છે. પહેલા યુઝર્સ પાસે ફોટો અને વીડિયો માટે કેપ્શન લખવાનું ઓપ્શન હતું.

કેરેક્ટર લિમિટને પણ વધારશે

હવે યુઝર વ્યક્તિગત અને ગ્રુપ ચેટમાં શેર કરેલ ડોક્યુમેન્ટ્સમાં કેપ્શન જોડી શકે છે. વૉટ્સએપે ગ્રુપ સબ્જેક્ટસ અને ડિસ્ક્રિપ્શન માટે કેરેક્ટર લિમિટને વધારી દીધી છે.

iOS યુઝર્સ માટે જલ્દી આવશે ફિચર

આ નવા ફિચરને માત્ર Android યુઝર્સ માટે જ છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કંપની આ ફિચરને iOS માટે જલ્દી જાહેર કરશે. જણાવી દઈએ કે વૉટ્સએપ બિઝનેસ માટે એક અન્ય ફીચર્સ પર પણ કામ ચાલી રહ્યું છે. આ ફિચરનું નામ ‘કેપ્ટ મેસેજ’ હશે. આ સુવિધા યુઝર્સને ગાયબ થયેલ મેસેજને રાખવાની પરવાનગી આપશે. ગયા વર્ષે વૉટ્સએપે ફાઇલની સીમાને 100MBથી વધારીને 2GB કરી હતી, પણ આ સુવિધા હજુ સુધી iOS માટે વૉટ્સએપમાં જાહેર કરવામાં આવી નથી.

[wptube id="1252022"]
Back to top button