GUJARATJETPURRAJKOT

Rajkot: “સાંસદ આદર્શ ગ્રામ યોજના”ની જિલ્લા કક્ષા સમિતિની બેઠક યોજાઈ

તા.૮/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અધિકારીશ્રીઓને આદર્શ ગામોનો સુયોજીત વિકાસ કરવા કલેકટરશ્રીનો આદેશ

Rajkot: ‘‘સાંસદ આદર્શ ગ્રામ યોજના”ની રાજકોટ જિલ્લા કક્ષા સમિતિની બેઠક સાંસદ શ્રી રામભાઈ મોકારીયા અને કલેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

આ બેઠકમાં સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત જિલ્લાના લાઠ અને કણકોટ સહિતના ગામોના વિકાસ સંદર્ભે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં ગામોના સુયોજીત વિકાસના પ્રગતિ હેઠળના કામો નિયત સમયમાં પૂર્ણ થાય તે માટે સાંસદશ્રી અને કલેકટરશ્રીએ સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. આ ઉપરાંત ગામના રસ્તાની મરામત, નાના બ્રીજોની કામગીરી, આંગણવાડીઓનું આધુનિકરણ, શ્રેષ્ઠ આરોગ્યની સુવિધાઓ ગ્રામજનોને મળે તેના માટે એક્શન પ્લાન બનાવવા તથા ગામોના સર્વાંગી વિકાસ થાય તે રીતે કામગીરી કરવા અંગે સૂચનો અપાયા હતા.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારશ્રી દેવ ચૌધરી, ડી.આર.ડી.એ.ના નિયામક શ્રી આર.એસ. ઠુમ્મર, પ્રાંત અધિકારીશ્રી સંદીપ વર્મા, શ્રી જે.એન લીખીયા, શ્રી કે.જી. ચૌધરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. રાઠોડ, જિલ્લા આયોજન અધિકારીશ્રી જે.બી.વાઘમસી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મહેશ નાકિયા, આઇ.સી. ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર શ્રી સાવિત્રી નાથજી, મામલતદારો અને ચીફ ઓફિસર્સ, સહિતના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button