GIR SOMNATHPATAN VERAVAL

શ્વાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનુસુચિત જાતિ નો ચતુર્થ સમૂહ લગ્નોત્સવ યોજાયો

વાત્સલ્ય સમાચાર
રિપોર્ટર દાનસીંગ વાજા
19/5/2023

શ્વાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સોનારીયા દ્વારા વેરાવળ તાલુકાના ભાલપરા ગામે અનુસૂચિત જાતિનો ચતુર્થ સમૂહ લગ્નોત્સવ યોજાયો, તેમાં 12 દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા, આ તકે સં સ્થા દ્વારા વરરાજા ને હેલ્મેટ આપી અને ટ્રાફિકના નિયમોનું કડક પાલન થાય તે માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી સમૂહ લગ્નમાં જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ દ્વારા વ્યસન મુક્તિનો માટે કાર્યક્રમ પણ રખાયો હતો જેમાં નમ્રતાબેન એ પોતાની સેવાઓ આપી હતી. જેનો 4000 થી વધુ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથીક અને આયુર્વેદિક કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ,હેલ્મેટ ની સાથે સાથે સંસ્થાએ તે વરરાજાને 10 લાખના વીમા નું સુરક્ષાકવચ પણ પૂરું પાડ્યું હતું આ ઉપરાંત અંધ શ્રદ્ધા નિવારણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જેના પ્રયોગો સિદ્ધાર્થ જેઠવા તેમજ સંસ્થા ના પ્રમુખ ભગવાન સોલંકી બતાવી લોકો ને અંધશ્રદ્ધા માંથી બહાર લાવવાની કોશિશ કરવામાં આવી હતી.લોકો માં વીમા વિશે જાગૃતિ આવે તેમાટે વીમા સુરક્ષા નો સ્ટોલ પણ રાખવામાં આવ્યો હતો જેમાં માત્ર 399 રું.10 લાખ નું સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું અને આજ ના માહિતીના યુગ માં પણ લોકો ને પોતાનું બ્લડ ગ્રુપ વિશે જાણકારી નથી તે માટે બ્લડ ગ્રુપ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો તેનો 162 લોકો એ લાભ લીધો હતો.અને સૌથી સારી વાત તો એ કે ધો.12 વિજ્ઞાન પ્રવાહ માં ગીર. સોમનાથ જિલ્લાના અનું.જાતિના ટોપ ફાઈવ વિદ્યાર્થી નું શિલ્ડ આપી મહાનુભાવો ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.સમૂહ લગ્ન ને ગીર સોમ નાથ જિલ્લા પ્રમુખ રામીબેંન વાજા,પૂર્વ સાંસદ અને અનુ.આયોગ ના સદસ્યશ્રી રાજુભાઈ પરમાર,સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી જે. ડી.પરમાર,શ્વાસ સંસ્થા ના પ્રમુખ ભગવાન સોલંકી અને તેની ટીમ એ દીપ પ્રાગટ્ય કરી ને વિધિવત સમૂહ લગ્ન ની શરૂઆત કરી હતી. અને નવદંપતી ને આશિર્વચન પાઠવ્યા હતા. સોમનાથ ના ધારા સભ્યશ્રી વિમલભાઈ ચુડાસમા, કોડીનાર ના પૂર્વ ધારાસભ્ય શ્રી મોહનભાઈ વાળા, કેશોદ ના પૂર્વ ધારાસભ્ય શ્રી માધાભાઇ બોરીચા,પ્રભાસપાટણ ના પીઆઇ એ. એમ.મકવાણા,નિવૃત્ત પી. આઈ. વી.એમ.ખુમાણ, પૂર્વ પ્રમુખ મણીબેન રાઠોડ , સમાજ કલ્યાણ અધિકારી શાક્ય સિંહ ચાવડા ઈન્ડિયન,રેયોન માંથી શ્રદ્ધા મહેતા ડીપાર્ટમેન્ટ હેડ સી.એચ. આર , પ્રકાશભાઈ મેનેજર એચ આર.,કોડીનાર અગ્રણી વજુભાઈ વાજા, પ્રોફેસર પુષ્પાબેન વાઢેર, પ્રોફેસર પી.પી. રાઠોડમાં ડોક્ટર સ્વાતિબેન સોલંકી અને ડોક્ટર જયદીપ લાખાણીએ પોતાની સેવાઓ આપી હતી, લગ્ન વિધિ સામતભાઈ બૌદ્ધ તથા લગ્ન ગીત દિનેશભાઈ વાણવી અને ઝંખનાબેન એ રજૂ કર્યા હતા , સ્વયંસેવક ની ભૂમિકા યુવા ગ્રુપ કાજલી. બાદલપરા યુવક મંડળ, ભાલપરા યુવક મંડળ એ નિભાવી હતી, સમૂહ લગ્ન સફળ બનાવવા સંસ્થાના સલાહકાર જે.ડી. પરમાર સાહેબ, જ્યોતિબેન મકવાણા, કિરણબેન સોસા, સાજનભાઈ પરમાર, દિનેશભાઈ વાજા નાનજીભાઈ વાઘેલા, વનરાજભાઈ વાળા, , દિનેશકુમાર ચાડપા, દિનેશભાઈ વાળા કોન્ટ્રાક્ટરશ્રી એ ખૂબ જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યનું સફળ સંચાલન દીપલબેન સોલંકી તેમજ યુવા ઉધોગ સાહસિક અને યુવા નેતા કમલેશભાઈ વાળા એ કહ્યું હતું આભારવિધિ જેઠાભાઈ વાળા એ કરી હતી.

[wptube id="1252022"]
Back to top button