BANASKANTHAKANKREJ

કાંકરેજ તાલુકાના ઈન્દ્રમાણા ખાતે ગામ રાવણામાં બળદેવનાથજી બાપુએ આશીર્વાદ આપ્યા

કાંકરેજ તાલુકાના ઈન્દ્રમાણા ખાતે સરપંચ તરીકે વિજેતા થયેલ પ્રજાપતિ ભીખીબેન રમેશભાઈ એ નક્કી કર્યું હતું કે મારા ફાર્મ હાઉસ ઉપર ગામરાવણું રાખી શ્રી દેવદરબાર જાગીર મઠના મહંત શ્રીશ્રી૧૦૦૮ પરમ પૂજ્યશ્રી બળદેવનાથબાપુની પાવન નિશ્રામાં ગામ લોકોને એક માંડવે એકઠા કરી બાપુના આશીર્વાદ લઈ ભોજન પ્રસાદ લેવો દ્રઢ મનોબળ ધરાવતા રમેશભાઈ પ્રજાપતિએ આજ રોજ તા.૩૦/૧૨/૨૦૨૩ ને શનિવારના રોજ સવારે શ્રી દેવદરબાર જાગીર મઠના મહંત
શ્રીશ્રી૧૦૦૮ પરમ પૂજ્યશ્રી બળદેવનાથબાપા, સંતશ્રી સોહમ આશ્રમ રાજપુર તા.કાંકરેજના સંતશ્રી સોહમરામ બાપુ,સંતશ્રી કામરામ મહારાજ, સંતશ્રી ભેમારામ ભગતની પાવન નિશ્રામાં થરા માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ
પટેલ,થરા સ્ટેટમાજી રાજવી પ્રુથ્વીરાજસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ગામ રાવણામાં ગામલોકો તેમજ પ્રજાપતિ સમાજને આમંત્રિત કરેલ ત્યારે દશરથભાઈ આર.પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારા અને નાળા વિસ્તાર પ્રાથમિક શાળાની
બળાઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોને આવકારી રમેશભાઈ પ્રજાપતિ,જીવાભાઈ પ્રજાપતિ, તેજાભાઈ પ્રજાપતિ, ભાયચંદભાઈ પ્રજાપતિ સહિત તેરવાડિયા પરિવાર દ્વારા પૂજ્ય બાપુની આરતી ઉતારી ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી મહેમાનો તથા શ્રી બાબરી ટીમનું સન્માન કર્યું હતું.ત્યારબાદ પરમ પૂજ્ય બળદેવનાથબાપુએ આશીર્વચન આપ્યા હતા.આ પાવન પ્રસંગે શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ,ઉપ-પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ,શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના કન્વીનર ઉમેશભાઈ પ્રજાપતિ,
રાજુભાઈ પ્રજાપતિ કુંવારવા, હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના મંત્રી રમેશભાઈ પ્રજાપતિ લુદ્રા,ઉત્પાદન અને સિંચાઈ સમિતિ બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન બાલાજી રાઠોડ,થરા નગર પાલિકા કોર્પોરેટર
મહેન્દ્રસિંહ વાઘેલા,વિક્રમસિંહ વાઘેલા, રસિકભાઈ પ્રજાપતિ,ઈન્દ્રમાણા પે.કેન્દ્ર શાળાના ઉત્સાહી આચાર્ય રમેશકુમાર ઓખારામભાઈ ત્રિવેદી,ઈન્દ્રમાણા પૂર્વસરપંચ મદારજી ઠાકોર સહિત વિશાળ સંખ્યામાં ગામલોકો તથા પ્રજાપતિ સમાજ ઉપસ્થિત રહી ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.કાર્યક્રમનું સંચાલન વાલાભાઈ પ્રજાપતિ રાજપુર વાળાએ કર્યું હતું.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]
Back to top button