DANGWAGHAI

ડાંગ: આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે વઘઈ ખાતે ત્રિદિવસીય યોગ તાલીમ યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 11 ડિસેમ્બર 2014માં ઘોષિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિશ્વ સ્તરે થઈ રહી છે. ત્યારે તંદુરસ્ત સમાજના નિર્માણમાં યોગ એક મજબૂત શસ્ત્ર સાબિત થયું છે. શાળાઓમાં વિધાર્થીઓ વિષય શિક્ષણની સાથે યોગ અભ્યાસ મેળવે તે સંદર્ભે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઈઆરટી) ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી થાય તે હેતુથી શિક્ષકો માટે રાજ્ય વ્યાપી યોગ તાલીમનું આયોજન કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

જેમા ડાંગ જિલ્લાના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ દ્વારા તા. ૧૯ થી ૨૧ જૂન યોગ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ ચાલેલી આ તાલીમમાં દરરોજ પાંચ કલાક જુદા જુદા યોગાસનો, પ્રાણાયામ અને કસરતના સેશન ઉપરાંત બૌદ્ધિક સેશન રાખવામાં આવ્યા હતા.

ત્રિદિવસીય યોજાયેલ તાલીમના અંતિમ દિવસ એટલે કે 21 જૂન વિશ્વ યોગ દિવસના રોજ જિલ્લાના પ્રાથમિક શિક્ષકો, ડી.એલ.એડ.એડ.ના તાલીમાર્થીઓ, ડાયેટ લેક્ચરર મળી કુલ ૨૦૦ થી વધુ તાલીમાર્થીઓ જોડાયા હતા.

[wptube id="1252022"]
Back to top button