RAJKOT

પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને વિંછીયા તાલુકા આયોજન મંડળની બેઠક યોજાઈ

તા.૧૫/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી તથા જસદણ-વિંછીયાના ધારાસભ્યશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને આજે વીંછિયા તાલુકા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં તાલુકામાં વિવિધ વિસ્તારોના વિકાસકામો માટે તાલુકા પંચાયતના સભ્યોએ કરેલી દરખાસ્તો-સૂચનોની ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને વિવિધ વિસ્તારોમાં કોઝ વે, રસ્તાઓ, પૂર સંરક્ષણ દિવાલ, આંગણવાડીના કામો વગેરે અંગે ચર્ચા થઈ હતી.

આ તકે જસદણ પ્રાંત અધિકારીશ્રી રાજેશ આલ, વિંછીયા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પ્રવીણભાઈ ગાબુ, નાયબ કાર્યપાલક ઇજનેર (પંચાયત, જસદણ) શ્રી ટી.આર. ચૌહાણ, વીંછિયા મામલતદારશ્રી અંકિત પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી પી.આર.પરમાર, તાલુકા પંચાયતના સભ્યો, અન્ય અધિકારી, કર્મચારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button