
રાષ્ટ્રીય કારોબારી બેઠક સારનાથ (કાશી), અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દીલ્હી
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ની રાષ્ટ્રીય કારોબારી બેઠક તારીખ ૧૧/૨/૨૩ થી ૧૨/૨/૨૩ બે દિવસ બનારસ (ઉત્તર પ્રદેશ ) સ્થિત તિબ્બતી સંસ્થાન સારનાથ ખાતે યોજાઈ બેઠક નો પ્રારંભ સ્વામિનારાયણ સંપ્રદાય ના પૂજ્ય સ્વામી જ્ઞાન વત્સલ મહારાજ ના શુભ હસ્તે દિપ પ્રાગટય કરી થયો બેઠક માં અનેક બાબતો અંગે વિચાર વિમર્શ થયો નવી શિક્ષણ નીતીના પડકારો અને ઉપાય તથા સામાજિક સમરસતા, પર્યોવરણ તેમજ પરીવાર પ્રબોધન જેવી બાબતો પર સંગઠન કેવી રીતે અસરકારક કામ કરી શકે એ બાબતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના અખિલ ભારતીય સહ બૌધ્ધિક પ્રમુખ શ્રી સુનિલભાઈ મહેતાએ માર્ગદર્શન આપ્યું ગુરુવંદન કાર્યક્રમો,કર્તવ્ય બોધ કાર્યક્રમો, સ્વા.સંગ્રામના ના અમૃત મહોત્સવ ના કાર્યક્રમો, ઈન્ડિયા સે ભારત કી ઓર જેવા વિચાર ગોષ્ઠિ ઓ તથા મેરી શાલા મેરા તીર્થ કાર્યક્રમો ની અસરકારકતા અંગે સંગઠન મંત્રી શ્રી મહેન્દ્ર કપુર જી માર્ગદર્શન આપ્યું
શિક્ષકોના રાજ્ય સ્તરીય પડતર પ્રશ્નો અંગે ની ચર્ચા અને રજુઆત નુ સંકલન કરતાં કેન્દ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.સિઘલ તથા મહામંત્રી શ્રી શિવાનંદ જી શિન્દનકેરા જણાવ્યું કે સમગ્ર દેશભરમાં થી આવેલા વિવિધ પ્રશ્નોને કેન્દ્રીય નેતૃત્વ ટુંક સમયમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી સહિત વિવિધ મંત્રીઓ ને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નું પ્રતિનિધિ મંડળ મળશે મુખ્ય મુદ્દો ઓલ્ડ પેન્શન યોજના ફરી દાખલ કરવા અને 2005 પહેલા ના શિક્ષકોને તાત્કાલિક જુની પેન્શન યોજના માં દાખલ કરવાની રજુઆત થશે. આ બાબતે નકકર કોઈ કાર્યવાહી નહી થાય તો મહાસંઘ આંદોલન કરશે OPS ની સાથે સાથે દેશભરમાં એક સમાન વેતન,એક સમાન વય નિવૃત્તિ, શિક્ષણ સિવાય ના કાર્યો માં થી મુક્તિ, કેશલેશ મેડિકલ સુવિધા, શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવી , ઓનલાઇન શિક્ષણ દુષણ ના બને તથા કેન્દ્રીય લેવલે મોંધવારી ભથ્થું ચુકવવા ની સાથે દરેક રાજ્ય તરતજ અમલ કરે જેવી બાબતો નો સમાવેશ કેન્દ્રીય મેમોરેન્ડમ માં સમાવેશ કરવામાં આવશે
રાષ્ટ્રીય કારોબારી બેઠક માં ગુજરાત ના અપેક્ષિત તમામ હોદ્દેદારો ભીખાભાઈ પટેલ, મિતેશભાઈ ભટ્ટ, સરદારસિંહ મછાર, રમેશભાઈ ચૌધરી તથા પલ્લવીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.










