હાલોલ-પાવાગઢ રોડ પર પંચપ્રણ સ્થળનું લોકાર્પણ કરાયું, મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત ઐતિહાસિક પ્રતિકૃતિઓ ખુલ્લી મુકાઈ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૪.૮.૨૦૨૩
હાલોલ પાવાગઢ રોડ ઉપર બોમ્બે હાઉસ સામે તાજેતરમાં દબાણો દૂર કરેલ જગ્યા ઉપર મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત બ્યુટીફીકેશન ના ભાગ રૂપે આ પંચપ્રણ સ્થળ ખાતે પાંચ ઐતિહાસિક પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે જેમાં G-20 સમિટમાં ભારત દેશને અધ્યક્ષ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતા અભિનંદન પાઠવતી પ્રતિકૃતિ,આદિવાસીનું મુખ્ય શસ્ત્ર તીર કાંમઠાની પ્રતિકૃતિ,પાવાગઢ ખાતે આવેલ સાત કમાન ની પ્રતિકૃતિ સહીત ના આકર્ષક આર્ટિફિશિયલ મુકવામાં આવેલ કૃતિઓનું હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાલોલ નગર પાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકર, કંજરી સ્ટેટ યુવરાજ મયૂરધ્વજસિંહજી પરમાર સહીત રાજકીય તેમજ નગરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે શીલા ફ્લકમની તકતીનું અનાવરણ કરવાનો કાર્યક્રમ અને હાલોલ ગામ તળાવની માટી કળશમાં ભરી કળશ યાત્રા યોજાઇ હતી.











