
સાયલાની વિઝન સાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી જેમાં છોકરાઓ કૃષ્ણ તથા છોકરીઓ રાધા બનીને આવેલ અને પેરેન્ટ્સ એક્ટિવિટીમાં મટકી ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં શ્રેષ્ઠ મટકી ડેકોરેશન કરનારને ઝાલાવાડ ની વાત ગુજરાતી સમાચારપત્ર ના તંત્રી કિરીટભાઈ ખવડ તેમજ અલ્પેશ શાહ,વિપુલ દવે,ચિરાગ સોલંકી સાયલાના પત્રકારમિત્રોના હસ્તે ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં તેમજ બાળકો દ્વારા મટકી ફોડ, કૃષ્ણ જન્મોત્સવ કાર્યક્રમ અને ગરબાનું આયોજન કરવામાં આવેલ જેમાં શાળાના બાળકો તથા મોટી સંખ્યામાં વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ સફળ બનાવવા શિક્ષકો સહિત શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ જેસીંગભાઇ સારોલા,, સાયલા,,
[wptube id="1252022"]




