
આપ પાર્ટીને સરકારે દિલ્હીમાં આપવામાં આવતી વીજળી સબસિડી પર રોક લગાવવાનો નિર્ણય લીધો છે એટલે કે, આજથી દિલ્હીમાં મફત વીજળી મળશે નહિ આ અંગેની જાહેરાત નવા નિમાયેલા ઉર્જામંત્રી આતિશીએ કરી છે.દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પર આરોપ લગાવતા આતિશીએ કહ્યું છે કે, એલજીએ દિલ્હીને મળતી મફત વીજળી બંધ કરી દીધી છે. 46 લાખ પરિવારો, ખેડૂતો, વકીલો અને 1984ના રમખાણો પીડિતોને મફત વીજળી મળતી બંધ થઈ જશે. લેફ્ટનન્ટ ગવર્નરે દિલ્હી સરકારની વીજળી સબસિડીની ફાઇલ તેના હાથમાં લઇ લીધી છે.
દિલ્હીના ઉર્જા મંત્રી આતિશીએ કહ્યું છે કે, દિલ્હી સરકારે આગામી વર્ષ માટે સબસિડી જારી રાખવાનો નિર્ણય લીધો છે પરંતુ ફાઈલ દિલ્હી એલજી પાસે જેના પગલે જ્યાં સુધી ફાઈલ પરત આવશે નહીં ત્યાં સુધી આપ સરકાર સબસિડી વાળા બિલ જારી કરી શકશે નહીં.

[wptube id="1252022"]





