કાલોલ સહકાર ભારતી તરફથી ધારાસભ્યનું સન્માન અને સ્નેહ મિલન સમારોહ યોજાયો

તારીખ ૧૭ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
સહકાર ભારતી નાં સ્થાપના દિન નિમિતે કાલોલ સહકાર ભારતી નો સ્નેહ મિલન અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ નો સન્માન સમારોહ પ્રસંગ નું આયોજન એમ એમ એસ હાઇસ્કુલ દેલોલ ખાતે યોજાયો હતો જેમા સહકાર ભારતી નાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જીવણભાઇ ગોલે અને સંયોજક નીતિન સોની , સંગઠન મંત્રી વિનોદભાઈ મગનાની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાલોલ તાલુકા સહકાર ભારતી નાં પ્રમુખ અશોકભાઈ પટેલ અને માજી જીલ્લા પંચાયત પ્રમુખ રાજપાલ જાદવ,તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર અને તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહીલ, એપીએમસી ચેરમેન,ખરીદ વેચાણ સંઘ ચેરમેન,મહામંત્રી ધર્મેન્દ્રસિંહ રાઠોડ,માજી ચેરમેન ગીરવતસિહ પરમાર, પ્રતાપસિંહ રાઠોડ, મહેશભાઈ ચૌહાણ, ડો દીપકભાઈ પંડયા, ડો કિરણસિંહ પરમાર, ભાજપ જીલ્લા ઉપાધ્યક્ષ ડો યોગેશ પંડયા, રશ્મિકા પટેલ, નીલાબેન પટેલ,ચેતનાબેન ઠાકોર,દિલીપભાઈ દશાડિયા, ગોપાલ પંચાલ, નીરવ પટેલ, પ્રધ્યુમનસિંહ પરમાર , અનિલભાઈ શાહ, તેજસભાઇ શાહ,પ્રકાશ ગાંધી તેમજ સહકારી મંડળીઓ અને બેંક ના હોદેદારો સભાસદો ની ઉપસ્થિતિ માં યોજાયો પોતાના સંબોધનમાં ફતેસિંહ ચૌહાણે જણાવ્યું કે કાલોલ નાં ઘણા બધા વણઉકલ્યા પ્રશ્નો બાબતે જાણકારી મળી રહી છે અને આ તમામ પ્રશ્નો ઉકેલવા નું નક્કર આયોજન કરેલ છે ટુક સમયમાં કાલોલ ખાતે માતૃ શકિત વંદના કાર્યક્રમ યોજવાની જાહેરાત કરી છે. તાલુકાના ગામોમાં પીવાના પાણી અને રસ્તા નાં પડતર પ્રશ્નો ટુક સમયમાં ઉકેલાશે તેવી જાહેરાત કરી હતી ઉલ્લેખનિય છે કે આજના સન્માન સમારોહ અગાઉ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે અધિકારીઓ ને રૂબરૂ મળી પાણી, રસ્તા, વાસ્મો યોજના બાબતે કેટલાક પડતર પ્રશ્નો અંગે જરૂરી સૂચનાઓ આપી હતી અને તાકીદે કામો પુરા કરવા સૂચનાઓ આપી હતી.










