
તા.૧૨/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Dhoraji: ધોરાજીના પાટણવાવમાં આવેલ ખેતર ની અંદર મહાકાય મગરમચ્છ જોવા મળી હતી ત્યારે મહાકાય મગરમચ્છ જોવા મળતા ખેડૂતમાં ભય ફેલાયો હતો અને આ મામલે જાણ થતા સરપંચ તેમજ ફોરેસ્ટ વિભાગની ટીમ દોડી આવી હતી અને મહાકાય મગરમચ્છનું રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી દીધી હતી ત્યારે મગરમચ્છ નું રેસક્યુ કર્યા બાદ જંગલમાં છોડી દેવા હતા ખેડૂત સરપંચ તેમજ ફોરેસ્ટના કર્મીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે ભગાભાઈ રામજીભાઈ સાવલિયાની વાડીમાં એક મહાકાય મગરમચ્છ જોવા મળતા ખેડૂતે તુરંત સમગ્ર બાબતે સરપંચ પ્રવીણભાઈ પેથાણીને જાણ કરી હતી જેમાં પ્રવીણભાઈ પેથાણી દોડી આવ્યા હતા અને આ મામલે ધોરાજી ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા.

આ બનાવ અંગે પાટણવાવ ગામના સરપંચ પ્રવીણભાઈ પેથાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમના ગામના ખેડૂત ભગાભાઈ સાવલિયાના ખેતરમાં એક મહાકાય મગરમચ્છ દેખાયો હોવાનું ખેડૂતે ટેલીફોનીક જણાવ્યું હતું જે બાદ ખેતર ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર બાબતે ધોરાજી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ કરતા ફોરેસ્ટ વિભાગની ટીમના કર્મીઓ પણ ખેતરમાં દોડી આવ્યા હતા અને મહાકાય મગરમચ્છનું રેસ્ક્યું કરી જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો છે.

આ અંગે ધોરાજી ફોરેસ્ટ અધિકારી નિહારિકા પંડ્યા એ જણાવ્યું હતું કે, ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે મગરમચ્છ વાડી વિસ્તારમાં હોય તેવી બાબતે સરપંચ દ્વારા ટેલિફોનિક જાણકાર હતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ની રાહબારી હેઠળ રાઉન્ડ ફોરેસ્ટર મેહુલભાઈ મકવાણા તથા વન્ય પ્રાણી મિત્ર હિરેનભાઈ કુંવરિયા દ્વારા સ્થળ તપાસ કરી અને પાટણવાવના ભગાભાઈ રામજીભાઈ સાવલિયા ના ખેતરમાં રહેલ મગરમચ્છનું અંદાજિત બે કલાકના રેસ્ક્યુ બાદ બહાર કઢાયો હતો અને તેમને ફોરેસ્ટ વેટ લેન્ડમાં મુક્ત કરવામાં આવ્યો છે જેમાં આ મગરમચ્છની હાઈટ અંદાજિત સાત ફૂટ માલુમ પડી છે.
ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે અચાનક જ ખેડૂતના ખેતરમાં મગરમચ્છ જોવા મળતા આસપાસના વિસ્તારોના લોકો ફઈભીત થયા હતા કારણ કે આ વિસ્તારની અંદર સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે નજીકમાં કોઈ નદી કે તળાવ નથી છતાં પણ આ મગરમચ્છ અચાનક ખેતરમાં ક્યાંથી આવી તેને લઈને ચિંતા નો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ મગરમચ્છ જોવાની ઘટના બાદ સરપંચને જાણ કરી હતી અને સરપંચ દ્વારા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ કરતા અધિકારીઓ તેમજ સરપંચ દ્વારા સમગ્ર કામગીરી હાથ ધરીને કોઈને નુકસાની ન પહોંચે તેની તકેદારી રાખી ફોરેસ્ટ વિભાગ દ્વારા કરાયેલ મગરમચ્છને ફોરેસ્ટ વેટ લેન્ડમાં મુક્ત કરી દેવામાં આવ્યો છે.








